Election Results: લગભગ દોઢ મહિના સુધી ચાલેલી લાંબી લોકસભા ચૂંટણી પછી હવે તેના પરિણામો આવી રહ્યા છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલના પરિણામોમાં એવું કહેવામાં આવ્યું છે કે. એક્ઝિટ પોલ સર્વેમાં ભાજપને મળેલા કુલ વોટમાંથી 68 ટકા વોટ માત્ર મોદીજીના નામ અને કામ પર મળ. મોદી સરકારના કામ પર સૌથી વધુ 22% વોટ મળ્યા છે, જ્યારે 18% મત મોદીના નામે મળ્યા છે. તેનો સીધો મતલબ કે ભાજપના ઉમેદવારો પોતાના દમ પર માત્ર 2% વોટ મેળવી રહ્યા છે, તો પછી એક્ઝિટ પોલમાં 400 પાર કરવાની સફળતા કેવી રીતે દેખાઈ રહી છે?
માત્ર બે ટકા લોકોએ જ ઉમેદવારોના ચહેરા પર મતદાન કર્યું છે. મતલબ કે ભાજપ અને એનડીએને જે પણ વોટ મળ્યા છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ અને કામથી મળ્યા છે.
11 ટકા લોકોએ પાર્ટીના સમર્થક તરીકે ભાજપને મત આપ્યો છે. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યોમાં ભાજપ સરકારના કામના આધારે છ ટકા લોકોએ ભાજપને મત આપ્યો છે.
જો કુલ આંકડાઓ પર નજર કરીએ તો આ ચૂંટણી પણ PM મોદીના નામે સતત ત્રીજી વખત લડવામાં આવી હતી. જો ભાજપને જીત મળે છે તો તે PM મોદીના નામ અને કામના કારણે જ હશે. આ રીતે પીએમ મોદી આ ચૂંટણીના સૌથી મોટા મેજિક મેન તરીકે ઉભરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
જો એમ જ હોય તો મોદીએ 203 ચૂંટણી સભામાં અને 400 મુલાકાતોમાં મતદારોને મતદાન કરવા માટે વારંવાર અપીલ કરી હતી. તેમ છતાં મતદાન 60 ટકા રહ્યું છે. ખરેખર જો મોદીનો મેજીક હોય તો 90 ટકા મતદાન થવું જોઈતું હતું.
તેથી લોકો બેલેટ પર મતદાન કરવાની વારંવાર માંગણી કરી રહ્યાં છે. મશીનથી મતન ગણવાની પદ્ધતિ બંધ કરવી પડે તેમ છે. મોદીનું મેજીક ક્યાંય નથી છતાં મોદીના નામે મત કઈ રીતે મળી શકે તે સવાલ મતગણતરી વખતે પુછવામાં આવી રહ્યો છે.