Election Results: દેશ તમને બહુમતીથી પણ નીચે લાવી દીધો છે. ગત વખતની 303 સીટોની સરખામણીમાં એકલા મોદીનો પક્ષ 240 સીટો પર આવી ગયો છે. એટલે કે ગત વખત કરતાં 63 બેઠકો ઓછી છે. માત્ર 63 સીટોનો ઘટાડો નથી પરંતુ તે તમારી પાસેથી સત્તા છીનવી રહી છે. બીજાના આધારે હવે ચાલવું પડશે. 400થી વધુ બેઠક લેવાની હતી. મોદી 370થી વધુ બેઠકનો દાવો કરતાં હતા.
એનડીએ 300નો આંકડો પણ પાર નથી કરી શકતો અને ભાજપને સાદી બહુમતી પણ ન મળવી એ મોટી હાર છે. છતાં મોદીએ ભાજપના કાર્યાલયમાં ભાષણ કરીને ફરી એકવાર દેશને ગેરમાર્ગે દોર્યો છે.
લોકશાહીના મંદિર એવા સંસદની દિવાલ પર મોટા અક્ષરમાં લખવા જેવા વાક્યો.
1. આ નરેન્દ્ર મોદીની હાર છે.
2. આ મોદીની હિન્દુત્વવાદી કોમવાદી અને મૂડીવાદી નીતિઓ અને સરમુખત્યારશાહી વલણની હાર છે.
3. આ યોગી, પટેલ અને ભાજપના બુલડોઝર શાસનની હાર છે.
4. મોદી સરકાર માટે નારાથી કામ નહીં ચાલે. હવે કામ કરવું પડશે.
5. નફરત નહીં, સકાર પ્રેમ ચાલશે.
6. મોદીના મીડિયા માલિકોને સંદેશ છે. તમે ખોટું બતાવો તે નહીં ચાલે.
7. વિપક્ષ માટે ચૂકાદો છે કે, ચૂંટણી એકતા અને સમજણથી લડવી પડશે.
8. બંધારણ અને લોકશાહીનું સમર્થન કરનારા લોકોની જીત છે. વિપક્ષ સાથે રહીને દેશને બચાવી લીધો છે.
9. ધર્મ નહીં પણ કર્મ ચાલશે.
10. જૂઠ નહીં સત્યનો વિજય થાય છે.
11. પક્ષાંતર નહીં પણ પક્ષના વિચારોની વાત ચાલી.
12. લુખ્ખાગીરી નહીં પણ લોકોને પ્રેમ કરો.
13. 50 લાખ તમારા વોટ્સએપ ગૃપ અને સોશિયલ મિડિયામાં ધર્મઝનૂન, જુઠ અને ધમકી પસંદ ન કરી.
14. પક્ષ પાસે 8500 કરોડનું ફંડ અને કૌભાંડો પસંદ ન કર્યા.
15. વિદેશમાં પોતે લોકપ્રિય હોવાના જુઠાણા લોકો ઓળખી ગયા.
16. પત્રકાર પરિષદ નહીં કરીને લોકોના પ્રશ્નોના જવાબ ન આપવા તે પસંદ ન કર્યા.
17. સાચા પત્રકારોને બોલતા બંધ કર્યા તે પસંદ ન આવ્યું.
18. વિપક્ષને ગંદી ગાળો અને અપમાનથી નવાજ્યા તે લોકોને પસંદ આવ્યું નથી.
મોદીની આ હાર કેમ?
મોદીની વ્યક્તિગત હાર છે. મોદીએ ચૂંટણી પોતાના નામે લડી હતી. મોદીની ગેરીંટી, મૈં-મૈં, મોદી-મોદીની વાત દરેક સભામાં હતી. એનડીએ કે ભાજપ ન હતો. આખી ચૂંટણીમાં ભાજપ શબ્દ પણ ભાગ્યે જ સાંભળવા મળ્યો હતો. તેથી ભાજપ બહુમતથી નીચે રહે એ મોદી અને મોદી સરકારની હાર છે.
વિપક્ષી નેતાઓ અને મુખ્ય પ્રધાનોને જેલમાં ધકેલી દેવાયા અને વિપક્ષના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હોવા છતાં આવું થયું. પક્ષોના બેંક એકાઉન્ટ બંધ કરી દેવાયા. વિપક્ષના નાણાં પોતે ઉપાડી લીધા. ચૂંટણી બોન્ડ દ્વારા તમામ નાણાં પડાવી લેવામાં આવ્યા હોવા છતાં આ બન્યું.
બનારસમાં જીતમાં હાર
નરેન્દ્ર મોદી તેમની બનારસની બેઠક માંડ જીતી શક્યા. શ્યામ રંગીલા કે પ્રિયંકા ગાંધી સામે હોત તો હાર નક્કી હતી.
વડાપ્રધાન હોવા છતાં અને દેશભરમાં તેમના નામે ચૂંટણી લડાઈ હોવા છતાં માંડ 1.50 લાખથી જીત્યા છે.
ચૂંટણી પંચથી લઈને એજન્સીઓ અને મીડિયા તેના નિયંત્રણમાં હોવા છતાં આવું થયું.
2014માં નરેન્દ્ર મોદીને બનારસમાં 5,81,022 વોટ મળ્યા હતા. તેની સામે આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ 2,09,238 વોટ મળ્યા હતા. 3,71,784 મતોથી જીત્યા હતા. તે ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફથી અજય રાય ઉમેદવાર હતા અને તેમને કુલ 75,614 વોટ મળ્યા હતા.
2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને 6,74,664 વોટ મળ્યા અને તેમના નજીકના હરીફ સમાજવાદી પાર્ટીના ઉમેદવારને 1,95,159 વોટ મળ્યા અને કોંગ્રેસના અજય રાયને કુલ 1,52,548 વોટ મળ્યા. એટલે કે, આ રીતે મોદીએ 2019ની ચૂંટણીમાં 4,79,505 મતોથી જીત મેળવી હતી. મતલબ કે 2014 કરતા મોટી જીત.
પરંતુ 2024ની ચૂંટણીમાં, જ્યારે તેઓ બનારસમાં જ ગંગામાં ઉભા થયા અને જાહેર કર્યું કે માતા ગંગાએ તેમને દત્તક લીધા છે અને તેમને નથી લાગતું કે તેઓ જૈવિક રીતે જન્મ્યા છે. એટલે કે આ સાથે તેમણે પોતાને અવતાર જાહેર કર્યો અને આ ચૂંટણીમાં બનારસે તેમને ખરા અર્થમાં હરાવ્યા.
2024ની ચૂંટણીમાં મોદીને બનારસમાં કુલ 6,12,970 વોટ મળ્યા અને તેમના હરીફ કોંગ્રેસના અજય રાયને 4,60,457 વોટ મળ્યા. કોંગ્રેસના સ્થાનિક નેતા પાસેથી માત્ર 1,52,513 મતોથી જીતી શક્યા.
અમેઠીમાં કોંગ્રેસના સામાન્ય કાર્યકર્તાએ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને 1,67,196 મતોથી હરાવ્યા.
રાહુલ સામે મોદીની હાર
જો રાહુલ ગાંધીની જીત સાથે સરખામણી કરવામાં આવે તો મોદીજીની જીત ક્યાંય ટકી નથી. રાહુલ ગાંધીએ રાયબરેલીમાં યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપસિંહને 3,90,030 મતોથી હરાવ્યા હતા. રાહુલ ગાંધી કેરળના વાયનાડમાં પણ 3 લાખ 64 હજારથી વધુ મતોથી જીત્યા. ત્યાં ભાજપના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યા હતા.
રાહુલ ગાંધીની આ જીત કે કોંગ્રેસના અજય રાયનો ઉદય સાવ વિપરીત સંજોગોમાં થયો.
મોદીની હાર કોમવાદી અને મૂડીવાદી નીતિઓના કારણે છે. પરિણામોએ સ્પષ્ટ બતાવ્યું છે કે તમે હિંદુઓ અને મુસ્લિમોને ગમે તેટલા વિભાજિત કરો. મુસ્લિમ લીગ, મટન, માછલી, મંગળસૂત્ર, મુજરા કરો. પણ હવે આ બધું નહીં ચાલે. ભેદભાવ, ભાગલા અને લડાઈના મુદ્દા હવે નહીં ચાલે.
દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જઈ રહ્યા હતા. જનતાએ તેના પર બ્રેક લગાવી દીધી છે.
હવે અટકો મોદી
તમારી જીત નથી પરંતુ તમારી કોમવાદી અને જન વિરોધી નીતિ અને તમારા સરમુખત્યારશાહી વલણની હાર છે.
નૈતિકતા કહે છે કે, મોદીજી હવે તમારે વડાપ્રધાન પદ છોડી દેવું જોઈએ. પણ તમારી પાસે તો નૈતિકતા તો નથી. તેથી અત્યારે તમારી પાસેથી આવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. દેશે તમને સ્પષ્ટ કહ્યું છે કે તે હિંદુ-મુસ્લિમ સંઘર્ષ નથી ઈચ્છતો. તેને સારું જીવન, સુખ, ખોરાક અને રોજગારની જરૂર છે.
નફરતના બજારમાં પ્રેમની દુકાનો ખુલી છે. નાની દુકાનો હોવા છતાં. ગ્રાહકો આવી રહ્યા છે. થોડા દિવસોમાં તમારા નફરતના બજારની અન્ય દુકાનો પણ બોર્ડ બદલી શકે છે.
એટલું જ મહત્વનું છે કે તમારી હારને જીત તરીકે સાબિત કરતી વખતે તમે 4 જૂને તમારા ‘વિજય ઉત્સવ’માં જય શ્રી રામને બદલે જય જગન્નાથથી તમારું ભાષણ શરૂ કર્યું હતું. મતલબ કે હવે તમે તમારી રાજનીતિને અયોધ્યાથી ઓડિશામાં ખસેડી રહ્યા છો. હજુ તમે ધર્મનું રાજકારણ બંધ કરવા તૈયાર નથી.
રામ
અયોધ્યાની બેઠક હાર્યા તેના પરથી બોધપાઠ લેશો તો સમજી શકશો કે જનતા રામના નામ પર રાજનીતિ નથી ઈચ્છતી. વિકાસના નામે વિનાશ ના થવો જોઈએ.
મંદિરના નામે તમે આખા દેશમાં રાજનીતિ કરો છો. જેના નામ પર તમે આખા દેશને હિંદુ-મુસ્લિમ આગમાં ફેંકી દીધો તે અયોધ્યાને ગમતું નથી. તેનું સમર્થન કરતું નથી. પરંતુ એવું લાગે છે કે તમે કોઈ પાઠ શીખવાના નથી.
મોદીજી અને યોગીજી માટે સ્પષ્ટ સંદેશ લઈને આવી છે કે યુપીના લોકોને પણ તમારી હિંદુ-મુસ્લિમ રાજનીતિ અને ખાસ કરીને બુલડોઝરની નીતિ પસંદ નથી. નહીં તો શું કારણ છે કે ઉત્તર પ્રદેશમાં મોદી અને યોગી બંને બ્રાન્ડ અને ડબલ એન્જિન હોવા છતાં અહીં ભાજપને ખરાબ રીતે નુકસાન થયું છે.
બીજેપી અહીં 62 સીટો પરથી સીધી 33 સીટો પર પહોંચી ગઈ છે. એટલે કે લગભગ અડધી સીટોનું સીધું નુકસાન. જ્યારે આ વખતે તમારું સ્લોગન 80 માંથી 80 હતું. અને તમે 65-70 સીટો ધારી રહ્યા હતા.
અયોધ્યાના પરિણામમાંથી અંગત રીતે એક બોધપાઠ લેવો જોઈએ કે માત્ર મંદિર બાંધવાથી કે ભવ્ય દિવાળી ઉજવવાથી લોકોની સમસ્યાઓનું સમાધાન નથી થતું. ખિસ્સામાં પૈસા હોય ત્યારે જ તહેવારો સારા લાગે છે. નહિંતર તેની ભવ્યતા ગરીબ લોકોની આંખોમાં બળતરા કરશે. અને તેને તેની ગરીબી અને લાચારીનો વધુ અહેસાસ કરાવે છે.
સાયકલ ભાજપના બુલડોઝર પર ચાલી ગઈ છે. લોકોને બુલડોઝર પસંદ નથી.
ટેની
લખીમપુર ખેરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીની હારમાંથી તમારે પણ બોધપાઠ લેવો જોઈએ, થાર હોય કે બુલડોઝર, જનતાને કચડી નાખનારને જનતા માફ નહીં કરે.
ટીવી અને છાપા
મોદીના ખરીદેલા ઘણાં મીડિયાએ દિવસ-રાત મોદીનો કુપ્રચાર કરવાનું કામ કર્યું. ઓપિનિયન પોલથી લઈને એક્ઝિટ પોલ સુધી કામ કર્યું. છાપા અને ટેલિવિઝનના માલિકોની વિશ્વસનીયતા પાતાળમાં જતી રહી છે.
લોકોના પ્રશ્નો અને સમસ્યાને નજરઅંદાજ કરવા માંડ્યા. દસ વર્ષનાં સતત દ્વેષપૂર્ણ પ્રસારણ, હિંદુ-મુસ્લિમ કથા, નકલી અને પ્રચારના સમાચારોને જનતાએ નકારી કાઢ્યા. સરકારને એક પણ સવાલ પૂછ્યા વિના તમે માત્ર વિપક્ષને બદનામ કરવાનો કાર્યક્રમ ચલાવતા રહ્યા. ઓપિનિયન પોલથી લઈને એક્ઝિટ પોલ સુધી તમે દરેક રીતે જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. પરંતુ બધું નિષ્ફળ ગયું.
વિપક્ષોને સંદેશ
એકતા ઊભી કરી હતી તે જો એક વર્ષ પહેલાં બની હોત અને છેલ્લી ઘડીએ જનતા સુધી પહોંચવાનું કામ પૂરા પાંચ વર્ષ થયું હોત તો આજે પરિણામો અલગ હોત.વિપક્ષો દ્વારા છેલ્લી ઘડીએ રચાયેલી એકતા અને પાયાના મુદ્દાઓ પર કામ કર્યું હતું જેનાથી વધુ સારું પરિણામ આવ્યું હતું. સંપૂર્ણ પરિવર્તન હંમેશા સમય લે છે.
જનતાએ વિપક્ષો સાથે મળીને ચૂંટણી લડી છે. વધુ સારા પરિણામો મળ્યા. લોકોએ તેમની લોકશાહી અને તેમના બંધારણને બચાવવા માટે વિપક્ષ સાથે ખભે ખભા મિલાવીને લડ્યા અને તેમની પ્રથમ જીત નોંધાવી.