Lok Sabha Election: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં મતદાન ઘટ્યું હોવાથી એનડીએની ઉંઘ ઉડી ગઈ છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની દરેક રેલીમાં 400 પારના નારા લગાવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાનનું વલણ ઓછું જોવા મળી રહ્યું છે. 13 રાજ્યોની 89 લોકસભા સીટો પર 60%ની નજીક મતદાન થયું હતું. જેમાં થોડો આખરી ફેરફાર થવાની શક્યતા છે. 2019માં થયેલા 70.09% મતદાન કરતાં ઘણું ઓછું હતું. ત્રિપુરા, મણિપુર, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન થયું હતું.
2019ની ચૂંટણીમાં ગુજરાતમાં લોકસભા માટે ઐતિહાસિક મહત્તમ 64.51 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારે ભાજપની સરકાર બીજી વખત બની હતી.
મતદારો
ગુજરાતમાં પણ આવું જ વલણ ચાલુ રહેશે તો ભાજપ માટે આફત ઊભી થઈ શકે છે. કારણ કે જ્યારે પણ ઓછુ મતદાન થાય છે ત્યારે સત્તા પક્ષને મોટો ફાયદો થતો નથી. 2024માં 4.94 કરોડ મતદારો જ્યારે 2019ની ચૂંટણીમાં 4.51 કરોડ મતદારો હતા.
ઉમેદવારો
ગુજરાતમાં 1967માં 80, 1971માં 118, 1977માં 112, 1980માં 169, 1984માં 229, 1989માં 261, 1991માં 420, 1996માં 577, 1998માં 139 ઉમેદવારો, 1999માં 159, 2004માં 162, 2009માં 359, 2014માં 334 અને 2019માં 371 ઉમેદવાર નોંધાયા હતા. 2024માં 301 ઉમેદવારો છે. 20 વર્ષમાં આ વખતે સૌથી ઓછાં અપક્ષ ઉમેદવારો છે. 1998માં સૌથી ઓછા 30 અને 1991માં સૌથી વધારે 258 અપક્ષ ઉમેદવારો હતા. ગુજરાતમાં 1962થી 2019 સુધીમાં કુલ 1925 અપક્ષ ઉમેદવારો હતા. અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા બેઠકથી સૌથી વધુ 30 ઉમેદવારો છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી સૌથી વધુ 18 ઉમેદવારો છે.
આમ ઉમેદવારોમાં પણ ઓછો રસ છે ત્યારે ગુજરાતમાં કેવું મતદાન થાય છે તેના પર આધાર વધારે છે.
ઓછા મતદાને સરકાર પડી છે
2004ની ચૂંટણીમાં 1999માં બે ટકા ઓછા વોટ પડ્યા અને અટલ બિહારી વાજપેયીની સરકાર પડી હતી. મનમોહન સિંહની સરકાર બની હતી. 1998માં વાજપેયીની સરકાર 13 મહિના માટે રચાઈ હતી. ત્યારે મતદાનની ટકાવારી 1996 કરતા લગભગ ચાર ટકા વધુ હતી અને જ્યારે 1999માં સરકારના પતન પછી ત્રીજી વખત અટલ સરકાર બની હતી, ત્યારે મતદાનની ટકાવારી લગભગ બે ટકા વધુ હતી.
ઓછું મતદાન થયું છે ત્યારે તે ભાજપ માટે નિરાશાજનક છે. ઓછા મતદાન અને મતદારોના ઝોકને કારણે ભાજપ ચિંતિત છે. ઓછું મતદાન થયું છે ત્યારે સત્તા કોંગ્રેસના હાથમાં આવી છે.
મુદ્દાઓ
ગરમી સિવાય સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક સાંસદો પ્રત્યેની નારાજગી, મોંઘવારી, બેરોજગારી જેવા ઘણા મોટા મુદ્દા છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 400ને પાર કરવાના નારાએ મતદારોને આકર્ષિ શક્યા નથી. મુસ્લિમ-હિંદુ અને મંગળસૂત્ર કાર્ડ મોદીએ ફેંક્યું પણ મતદારોનું ધ્રુવીકરણ થયું નથી, તેથી લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર નથી આવી રહ્યા. આ ચૂંટણીમાં પણ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નથી, તેથી પણ મતદાન કરવા ઘરની બહાર નીકળી શકતા નથી. સત્તા વિરોધી લહેર હોય ત્યારે બમ્પર વોટિંગ થાય છે, પરંતુ આ માન્યતા ઘણી વખત તૂટી ગઈ છે.
વિકાસનો મુદો પડતો મૂકાયો
વિકસિત ભારતના એજન્ડાના નામે વડાપ્રધાનથી લઈને શાસક પક્ષના દરેક મોટા નેતા આના પર ઓછું બોલે છે. મોદી માત્ર કોંગ્રેસ, રાહુલ ગાંધી અને ગાંધી નેહરુ પરિવાર ઉપર બોલી રહ્યાં છે. ભાજપ હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણમાં વ્યસ્ત છે, ત્યારે ભારત ગઠબંધનના નેતાઓ OBC-SC-ST ધ્રુવીકરણમાં વ્યસ્ત છે.
2014માં મોદી મોંઘવારી, બેરોજગારી, ડીઝલ-પેટ્રોલના ભાવ, બે કરોડ નોકરીઓનું વચન, અત્યાચાર, રામ મંદિર, 370, ગુજરાત મોડેલ વગેરે જેવા અનેક મુદ્દાઓ પર બોલતાં હતા.
વિપક્ષોના મુદ્દા
બીજી તરફ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જાતિ ગણતરી, અનામત ખતમ કરવાના ભાજપના પ્રયાસ, બંધારણ બદલવાનો ડર, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને કાનૂની ભાવ અને NYAY યોજના હેઠળ મહિલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પૈસા આપવા, એપ્રેન્ટિસશિપ આપવાનો વિરોધ કરી રહ્યા છે. આવા ઘણા લોકપ્રિય મુદ્દાઓ વિશે વાત કરી રહી છે.
2019માં 67.11% અને 2014 – 66.44% ટકા મતદાન થયું હતું.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશની આઠ બેઠકો પર પ્રથમ તબક્કાના મતદાન કરતાં ઓછું મતદાન થયું હતું. 52.74 ટકા મતદાન થયું હતું, જે પ્રથમ તબક્કાની તુલનામાં લગભગ પાંચ ટકા ઓછું હતું. સૌથી ઓછું 46.96% મતદાન ઉત્તર પ્રદેશના મથુરામાં થયું હતું. અલીગઢમાં 54.36%, અમરોહામાં 61.89%, બાગપતમાં 52.74%, બુલંદશહરમાં 54.34%, ગૌતમ બુદ્ધ નગરમાં 51.66%, ગાઝિયાબાદમાં 48.21% અને મેરઠમાં 54.62% મતદાન થયું હતું.
બિહાર
બિહારમાં પણ મતદાનની ટકાવારીમાં ઘટાડા સાથે 53.58% મતદાન નોંધાયું હતું.
ઉત્તર-પૂર્વના રાજ્ય
ઉત્તર-પૂર્વના રાજ્યોમાં લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. આસામમાં 70.66%, મણિપુરમાં 76.06%, ત્રિપુરામાં 77.53%,
અન્ય રાજ્યો
પશ્ચિમ બંગાળમાં 71.84%, છત્તીસગઢમાં 72.13%, મધ્યપ્રદેશમાં 54.83%, મહારાષ્ટ્રમાં 53.51%, કર્ણાટકમાં 63.90%, કેરળમાં 63.97%, જમ્મુ-કાશ્મીરમાં 67.22% અને રાજસ્થાનમાં 59.19% મતદાન નોંધાયું હતું.
ક્યારે અને કેટલા ટકા મતદાન?
1951 – 45.67%
1957 – 47.74%,
1962 – 55.42%,
1967 – 61.33%,
1971 – 55.29%,
1977 – 60.49%,
1989 – 61.95%,
1991 – 55.88%
1996 – 57.94%,
1998 – 61.97%,
1999 – 59.99%,
2004 – 57.98%,
2009 – 58.19%,
2014 – 66.44%,
2019 – 67.11%
મતદાન થયું હતુ.