Lok sabha election: લોકસભાની ચૂંટણીનો પર્વ હવે ધીમે ધીમે પૂર્ણતાની તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ઈન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે તે અંગે સત્તાધારી ભાજપ અને ખુદ વડાપ્રધાન મોદી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નને લઈ કોંગ્રેસ સહિત ગઠબંધનનનાં પક્ષોમાં ચર્ચા વિચારણા અને અટકળો શરુ થઈ ગઈ છે.
કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં ઈન્ડિયા ગઠબંધનને સીધી રીતે વર્તમાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા લીડ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પાસે વડાપ્રધાન પદનું બોલ આવશે તો નિ:શંકપણે મલ્લિકાર્જુન ખડગે જ કોંગ્રેસ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હોઈ શકે છે. ખડગે એક દલિત નેતા છે અને મપન્ના મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકમાંથી આવે છે. 1972થી છેક 2009 સુધી તેઓ કર્ણાટક વિધાનસભામાં ચૂંટાતા આવ્યા છે ત્યાર બાદ તેઓ લોકસભાનીચૂંટણી લડ્યા જીત્યા હતા. ખડગે કર્ણાટકના દલિત પરિવારમાંથી આવે છે તેઓ વ્યવસાયે વકીલ હતા.
કોંગ્રેસના નેતા જયરામ રમેશને પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધીને INDIA ગઠબંધન સમર્થન કરશે? શું તેઓ મહાગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર બનશે? આ સવાલનો જવાબ આપતા જયરામ રમેશે કહ્યું કે આ વ્યક્તિઓ વચ્ચેની બ્યુટી કોન્ટેસ્ટ નથી. આપણે પક્ષ આધારિત લોકશાહી છીએ. પ્રશ્ન એ છે કે કયા પક્ષ કે જોડાણને જનાદેશ મળશે. પક્ષોને બહુમતી મળે છે. પાર્ટી તેના નેતા પસંદ કરે છે અને તે નેતા વડાપ્રધાન બને છે
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડી રહેલા એનડીએ ગઠબંધનના નેતાઓ સતત સવાલ પૂછી રહ્યા છે કે વિપક્ષના પીએમ પદના ઉમેદવાર કોણ છે? જ્યારે INDIA ગઠબંધન હજુ સુધી તેના વડાપ્રધાન ઉમેદવાર નક્કી નથી. અમે પક્ષ આધારિત લોકશાહી છીએ. પ્રશ્ન એ છે કે કયો પક્ષ કે ગઠબંધનને જનાદેશ મળશે. પક્ષોને બહુમતી મળે છે. પક્ષ પાસે પોતાના નેતા છે. પસંદ કરે છે અને તે નેતા વડાપ્રધાન બને છે.”
જયરામ રમેશે વધુમાં કહ્યું, “2004માં મનમોહન સિંહના નામની જાહેરાત 4 દિવસની અંદર કરવામાં આવી હતી.
આ વખતે 4 દિવસ પણ નહીં લાગે. PMના નામની જાહેરાત 2 દિવસમાં કરવામાં આવશે. સાંસદો સાથે મળીને પસંદ કરશે. આ એક પ્રક્રિયા છે.”
કોંગ્રેસ નેતાએ કહ્યું, “અમે શોર્ટકટમાં માનતા નથી. આ મોદીની કાર્યશૈલી હોઈ શકે છે. અમે અહંકારી નથી. 2 દિવસમાં પણ નહીં, થોડા કલાકોમાં પીએમના નામની જાહેરાત થઈ જશે. માત્ર સૌથી મોટા ઉમેદવારો પાર્ટી પીએમ હશે, તે 2004ની જેમ જ થશે.”
સચિન પાયલટને પૂછવામાં આવ્યું હતું કે શું INDIA ગઠબંધન સંયુક્ત સરકાર આપી શકશે? આ પ્રશ્નનો જવાબ આપતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે જો INDIA જો ગઠબંધન સરકાર બનશે તો તે સ્થિર સરકાર હશે.
અગાઉ પણ યુપીએના સમયમાં ગઠબંધનની સરકાર હતી. તે બરાબર ચાલતી હતી. તે પહેલા એનડીએ સરકાર પણ સરળ રીતે ચાલી હતી. અમારો ઉદ્દેશ્ય વિકાસના કામો લોકો સુધી લઈ જવાનો હોવો જોઈએ. આપણા દેશનો વિકાસ થાય. આ લક્ષ્ય હોવું જોઈએ.