Valsad: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન યોજાશે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટણી કાયદા, આચારસંહિતા અને ચૂંટણી આયોગ નવી દિલ્હીની સૂચનાઓનો ભંગ કરતા શોર્ટ મેસેજ(SMSs) પ્રસારિત થતા અટકાવવા મતદાન પૂર્ણ થવાના કલાક સાથે પૂરા થતા ૪૮ કલાક દરમિયાન રાજકીય પ્રકારના SMSs મોકલવા ઉપર પ્રતિબંધ મુકવા અંગે ભારતીય ચૂંટણી આયોગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકે ફોજદારી કાર્યરીતી અધિનિયમ – ૧૯૭૩ની કલમ -૧૪૪થી મળેલી સત્તાની રૂએ સમગ્ર વલસાડ જિલ્લાના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકો કે અન્ય કોઈ વ્યક્તિએ મતદાનના દિવસે મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ SMSs મોક્લવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામું SWEEP કાર્યક્રમ અંતર્ગત મતદારોને પ્રોત્સાહીત કરતા, ભારતના ચૂંટણી આયોગના સમક્ષ સતાધિકારી દ્વારા કરવામાં આવતા SMSsને લાગુ પડશે નહીં.