સોનાના દાગીનાનું શુધ્ધતાનું માપ કેરેટ છે તે મુજબ સરકાર દ્વારા હોલમાર્કિંગનો બહોળો પ્રચાર-પ્રસાર કરાય છે. પરંતુ ગ્રાહકોને કેરેટ પ્રમાણે ભાવ વસૂલીને શુધ્ધ સોનાના દાગીના આપવાના બદલે ઓછા કેરેટના દાગીના આપીને છેતરપિંડી કરાતી હોવાની રજૂઆત થઈ છે.
હાલમાં સરકાર દ્વારા સોનાના દાગીનાના વેચાણમાં સોનાની શુધ્ધતા માટે હોલમાર્ક દરેક દાગીના પર લગાવવાનું બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડર્સે ફરજિયાત નહીં કરતા ગ્રાહકોને ચુકવેલી રકમના પ્રમાણમાં શુધ્ધ સોનું મળતું નથી. તેના બદલે ભેળસેળ હોય તેવું સોનું અપાય છે. જેથી હોલમાર્ક ફરિજયાત કરવું જોઈએ.