Banana Peels
Banana Peels: કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેળાની છાલનો ઉપયોગ કરીને પણ તમે તમારા ચહેરાને સુંદર બનાવી શકો છો.
કેળા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેની છાલનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરા પર ચમક લાવી શકો છો.
કેળાની છાલમાં કેલ્શિયમ, વિટામીન, મેગ્નેશિયમ, ફાઈબર જેવા અનેક તત્વો હોય છે. જે ત્વચામાંથી ગંદકી દૂર કરે છે.
કેળાની છાલના અંદરના ભાગને ચહેરા અને ગરદન પર ઘસો, તેનાથી ત્વચા હાઇડ્રેટ રહેશે અને કાળાશ દૂર થશે.
કેળાની છાલનો અંદરનો ભાગ પિમ્પલ્સ પર લગાવો, 10 મિનિટ પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. આમ કરવાથી પિમ્પલ્સ ઓછા થશે.
જો તમે ડાર્ક સર્કલથી પરેશાન છો તો કેળાની છાલને અંદરથી આંખોની નીચે ઘસો. તેનાથી રાહત મળશે.
કેળાની છાલનો ઉપયોગ કરતા પહેલા તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો. પછી તેનો ઉપયોગ કરો.