74
/ 100
SEO સ્કોર
Bread Vada Recipe: સાંજના નાસ્તામાં બનાવો ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ વડા
Bread Vada Recipe: શું તમે સાદી બ્રેડ ખાઈને કંટાળ્યા છો? તો તૈયાર રહો, કારણ કે અમે લઈને આવ્યા છીએ બ્રેડ વડાની એવી રેસીપી કે જેને એક વખત ચાખશો તો વારંવાર બનાવવાનું મન થશે!
Bread Vada Recipe: સાંજના નાસ્તા માટે કંઈક નવું અને સ્વાદિષ્ટ બનાવવાની ઈચ્છા હોય, ત્યારે આ બ્રેડ વડા પરફેક્ટ છે. એકદમ ક્રિસ્પી, મસાલેદાર અને ફટાફટ બની જાય એવી આ રેસીપી મહેમાનોને પણ જરૂર પસંદ પડશે.
જરૂરિયાતની સામગ્રી:
- બ્રેડ – ૬ ટુકડા
- આદુ (ઘસેલું) – ૧ ચમચી
- ડુંગળી – ૧ નાની, બારીક સમારેલી
- કઢી પત્તા – ૧૦-૧૨
- લીલા મરચા – ૧, બારીક સમારેલું
- કાળા મરીનો પાવડર – ૧/૨ ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- ચોખાનો લોટ – ૨ ચમચી
- સોજી (રવો) – ૩ ચમચી
- જીરું – ૧/૨ ચમચી
- દહીં – ૧/૨ કપ
- તળવા માટે તેલ
બનાવવાની રીત:
- બ્રેડના ટુકડા નાના ટુકડાઓમાં ફાડી લો અને તેને મિક્સરમાં દાણીદાર પીસી લો (પાણી વગર).
- હવે એક મોટા બાઉલમાં પીસેલું બ્રેડ લો.
- તેમાં રવો, ચોખાનો લોટ, દહીં અને જીરું મિક્સ કરો.
- હવે તેમાં ડુંગળી, આદુ, લીલા મરચા, કાળા મરીનો પાવડર, મીઠું અને કઢી પત્તા ઉમેરો.
- બધું સારી રીતે મિક્સ કરીને નરમ ડો બનાવો. જો જરૂરી લાગે તો થોડું પાણી ઉમેરો.
- હાથને ઓઈલ અથવા પાણીથી ભીંજવીને નાના વડા બનાવો.
- હવે કડાઈમાં તેલ ગરમ કરો અને વડા મધ્યમ તાપે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લો.
- બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી તળીને કઢાઈમાંથી કાઢી લો.
પીરસવાનું સૂચન:
બ્રેડ વડાને ગરમા-ગરમ ચટણી કે કેચપ સાથે પીરસો – અને ચા સાથે તો કહો જ નહીં!