Chocolate Day 2025: વેલેન્ટાઇન વીકમાં આ દિવસ કેમ છે ખાસ? જાણો તેનું મહત્વ
Chocolate Day 2025: દર વર્ષે ફેબ્રુઆરીનાબીજા અઠવાડિયામાં આખી દુનિયા વેલેન્ટાઇન વીક ઉજવે છે. આ વીકનો ત્રિજો દિવસ, એટલે કે 9 ફેબ્રુઆરી, ચોકલેટ ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે કપલ્સ એકબીજાને ચોકલેટ ગિફ્ટ કરી પ્રેમની અભિવ્યક્તિ કરે છે. પરંતુ, આ દિવસ માત્ર ચોકલેટ આપવાનો જ નહીં, પણ સંબંધોમાં મીઠાસ ઉમેરવાનો પણ છે.
શું તમે જાણો છો કે વેલેન્ટાઇન વીકમાં ચોકલેટ ડે મનાવવાની પરંપરા કઈ રીતે શરૂ થઈ? આ દિવસનો ઇતિહાસ શું છે અને તેનું મહત્વ શું છે? ચાલો, જાણીએ.
Chocolate Day નો ઇતિહાસ
એવું માનવામાં આવે છે કે 16મી સદી દરમિયાન જ્યારે યુરોપમાં ચોકલેટ લોકપ્રિય થવા લાગી, ત્યારે તેને પ્રેમ અને લાગણીના પ્રતિક તરીકે જોવામાં આવવા લાગ્યું. ધીમે-ધીમે ચોકલેટ પ્રેમની અભિવ્યક્તિ અને ખાસ અવસરોનો ભાગ બની ગઈ. વેલેન્ટાઇન વીકમાં ચોકલેટ ડેનો સમાવેશ સંબંધોમાં પ્રેમ અને મીઠાસ લાવવા માટે કરવામાં આવ્યો છે.
શરુઆતમાં તીખી લાગતી હતી ચોકલેટ!
શું તમે જાણો છો કે શરૂઆતમાં ચોકલેટનો સ્વાદ તીખો હતો?
- ચોકલેટનો ઇતિહાસ લગભગ 4,000 વર્ષ જૂનો છે.
- તેનું મૂળ મેક્સિકોમાં છે, જ્યાં લોકો કોકો બીજને પીસી તેમાં મસાલા અને મરચાં ઉમેરીને તીખી ચોકલેટ બનાવતા.
- પછી એ સ્પેન અને ધીમે-ધીમે આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ.
શા માટે ઉજવાય છે ચોકલેટ ડે?
- ચોકલેટનો મીઠો સ્વાદ મિત્રતા અને સંબંધોની મીઠાસનું પ્રતિક છે.
- કહેવાય છે કે ચોકલેટ ડે સંબંધોમાં ગેરસમજ દૂર કરવાનો અને સંબંધો મજબૂત બનાવવાનો અવસર આપે છે.
- ચોકલેટ ખાવાથી “સેરોટોનિન” અને “ડોપામિન” જેવા હેપ્પી હોર્મોન સક્રિય થાય છે, જે તણાવ દૂર કરી, મૂડ ને ખુશ કરે છે.
તમારા પાર્ટનરને ગિફ્ટ કરો ખાસ ચોકલેટ
આ દિવસે તમે તમારા પાર્ટનરને દિલ આકારની ચોકલેટ, ચોકલેટ બાર અથવા અન્ય વિશેષ વેરાયટીઓ ગિફ્ટ કરી શકો. વેલેન્ટાઇન વીક દરમિયાન બજારમાં ઘણી બધી પસંદગીઓ ઉપલબ્ધ હોય છે, જેથી તમે તમારા પ્રેમીજનોને ખુશ કરી શકો.
તો આ ચોકલેટ ડે પર તમારા સંબંધોમાં મીઠાશ ઉમેરો અને પ્રિયજનોને ખાસ અનુભવ કરાવો!