International Yoga Day: 21 જૂને સ્વસ્થ શરીર અને શાંત મન માટે કરો આ વિશેષ યોગ સાધના
International Yoga Day: યોગ એ માત્ર કસરત નહીં, પણ સંપૂર્ણ જીવનશૈલી છે – શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તંદુરસ્તી તરફ દોરી જતી માર્ગશિષા. વિશ્વ યોગ દિવસ, જે દર વર્ષે 21 જૂનના રોજ ઉજવાય છે, એ દિવસ છે યોગ દ્વારા આત્મસંયમ અને આંતરિક જાગૃતિની અનુભૂતિ કરવાનો.
વિદ્વાન યોગીઓ માને છે કે 21 જૂનનો દિવસ—પૃથ્વી પરનો સૌથી લાંલો દિવસ—આત્મિક શક્તિ અને બ્રહ્માંડ ચેતનાનું અનોખું સંગમ છે. આ દિવસે યોગ સાધના કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
વિશ્વ યોગ દિવસ માટે વિશેષ યોગ પદ્ધતિ: બ્રહ્મ મુહૂર્તમાં કરવો અનોખો અભ્યાસ
સમય: સવારે 3:45 થી 6:00 (બ્રહ્મ મુહૂર્ત)
અસન: પદ્માસન અથવા સિદ્ધાસન – પીઠ સીધી રાખો
આંખો: બંધ રાખી, અંતર્મુખ ધ્યાન
પ્રાણાયામ (12 ચક્ર):
- 4 સેકન્ડ શ્વાસ લો
- 4 સેકન્ડ સુધી રોકો
- 6 સેકન્ડ શ્વાસ બહાર કરો
મંત્ર જાપ (મનમાં):
સોહમ્… સોહમ્… સોહમ્…
આ અજપા યોગ ચેતનાને ધીમે ધીમે ઊંચે લઈ જાય છે.
ત્રાટક સાધના (21 મિનિટ):
દીવાની જ્યોત પર ઝબક્યા વિના નજર રાખવી.
અગ્નિ બિંદુમાં શિવનું ધ્યાન કરવું – ધ્યાન અને દ્રષ્ટિનું શુદ્ધીકરણ થાય છે.
ગુપ્ત બીજ મંત્ર (7 વાર):
“ઓમ યોગાય સિદ્ધાય યોગેશ્વરાય નમઃ”
આ મંત્ર આધ્યાત્મિક શક્તિ અને યોગના સિદ્ધ સ્વરૂપને આમંત્રિત કરે છે.
વિશેષ યોગ તપસ્યા: મૌન વ્રત યોગ
આ દિવસે ઓછામાં ઓછા 3 કલાક મૌન રહેવું.
મૌન વ્રત માનસ શક્તિમાં વધારો કરે છે, વાણી શક્તિને આંતરિક તાકાતમાં રૂપાંતરિત કરે છે, અને વ્યક્તિને પ્રત્યાહાર (અંતર્મુખ જ્ઞાન) તરફ લઈ જાય છે.
વિશેષ મહત્વ – 21 જૂન અને 21 ડિસેમ્બર:
આ બંને દિવસે “સિદ્ધ-સંયોગ વિધિ” યોગના દ્રષ્ટિએ સૌથી શક્તિશાળી ગણાય છે. આવા દિવસે કરવામાં આવેલી સાધના જીવનમાં ઉન્નતિ અને આત્મિક જગૃતિનો માર્ગ ખુલ્લો કરે છે.
વિશ્વ યોગ દિવસ માત્ર શારીરિક કસરત ઉજવવાનો દિવસ નથી – તે છે આત્માને સ્પર્શ કરવાનો મોકો. 21 જૂનના દિવસે આ યોગ પદ્ધતિથી તમારું જીવન ઊર્જાવાન, સ્થિર અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બની શકે છે.