એક એવો સંબંધ છે જે સમય ની સાથે ગાઢ થતો જાય છે કેમ કે સંબંધ શરુ થાય છે પરંતુ ખત્મ પણ થઇ જાય છે એવો સંબંધ જે પ્રેમ અને સેક્સ નો છે આકર્ષણ વાળા સંબંધ નો બીજ રોપાય તો જાય છે પરંતુ કેટલું આગળ સંબંધ ને લઇ જવું તે નિર્ભર છે કેમ કે વાત જયારે સેક્સ ની હોય તો એને નજર અંદાઝ ના કરી શકાય.
સેક્સ ની વાત કરવી એનો મતલબ અશ્લીલ વાત કરવી એવું નથી પરંતુ પોતાના સાથી જોડે પહેલીવાર સેક્સ કરવા જઈ રહ્યા હોવ તો અમુક વાતો પર ધ્યાન દોરવું જરૂરી હોય છે જેમ કે યૌન રોગ, યૌન સાથી અને અન્ય બીજી વાતો કરી લેવી જોઈએ સેક્સ થી પહેલા એક સહમતી હોવી પણ જરૂરી છે.
(૧) કોન્ડોમ નો ઉપયોગ જરૂરી
જો તમે પહેલીવાર સંભોગ કરો કે અનુભવી હોવ પરંતુ કોન્ડોમ નો ઉપયોગ સુરક્ષા માટે સૌથી સારું છે. આ અનિચ્છનીય ગર્ભ ને રોકે છે તથા એચઆઈવી / એડ્સ અને યૌન રોગ થી સુરક્ષા આપે છે.
(૨) લુબ્રીકેટેડ કોન્ડોમ
સંભોગ માટે લુબ્રીકેટેડ કોન્ડોમ નો જ ઉપયોગ કરવો કેમ કે લુબ્રીકેશન કોન્ડોમ ને ફાટવા થી તો બચાવે જ છે પણ એનો ઉપયોગ પણ સરળ છે. એટલું જ નહિ પણ લુબ્રીકેશન વધારે હોવા થી આપના મહિલા સાથી ને વધુ આનંદ આવે છે.
(૩) પોતાના સાથી સાથે વફાદાર રહેવું
પોતાના સાથી સાથે વફાદાર રહેવું ખુબ જ મહત્વ નું છે કેમ કે વફાદાર રહી તમે યૌન સાથે જોડાયેલા દરેક રોગ થી દુર રહેશો, યાદ રાખજો કે તમે કોઈ સાથે સેક્સ સંભંધ માં જોડાવ છો ત્યારે ક્યાંક ને ક્યાંક અપરોક્ષ રીતે તમે એ બધા સાથે જોડાઈ જાઓ કે જેમના સાથે એ વ્યક્તિ ના સંબંધ હતા એટલે એના થી સારું છે કે તમે તમારા સાથી પ્રત્ય વફાદાર રહો.
(૪)શરાબ કે અન્ય નશા થી દુર રહેવું
ઘણા એવા નિર્ણય જે નશા ની હાલત માં લેવાઈ જતા હોય છે જેનાથી સેક્સ્યુઅલ ક્રિયા પર અસર નાખે છે જેથી આલ્કોહલ અને બીજા નશા થી દુર રહેવું.
(5) ઓરલ સેક્સ બચવું
અહી મ હત્વ પૂર્ણ છેઅલ સેક્સ થીચવું જોઈએ કેમ કે ઘણા એવા કેસ સામે આવ્યા છેઆ એવા રોગ સામે આવ્યા છે જેમાં કેન્સર જેવા રોગ છે એટલે શક્ય થાય તો ઓરલ સેક્સ થીચવું જોકે હવે ફ્લેવર કોન્ડોમ પણ ઉપલબ્ધ છે પરંતુ સંભોગ માટે તો લુબ્રીકેટેડ કોન્ડોમ નો ઉપયોગ કરવો.
(૬) જે ના ગમે તે ના કરવું
સેક્સ એ અંગત પસંદ ની વાત છે એટલે જે ના ગમે તે ના કરવું કોઈ પણ પ્રકાર ના દબાણ માં આવી ને પણ ના અક્રવું કેમ કે સુરક્ષિત રહી ને જ તમે શ્રેષ્ઠ અને આનંદદાયક સેક્સ ની મજા માણી શકશો.