Mango Chaat Recipe: શું તમે ક્યારેય ચાખી છે કેરીની ચટપટી ચાટ? બાળકો પણ માંગશે વારંવાર!
Mango Chaat Recipe: ઉનાળાની ઋતુ અને કેરી – બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ છે. જો તમને કેરી ખાવાના શોખીન છો અને કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો આ વખતે ઘરે જ બનાવો મસાલેદાર કેરી ચાટ. તેનો મીઠો, ખાટો અને મસાલેદાર સ્વાદ બાળકોથી લઈને મોટા બધાને ગમશે.
મેંગો ચાટ માટે જરૂરી સામગ્રી
- ૨ પાકેલી કેરી (નાના ટુકડામાં કાપેલા)
- ૧ કાચી કેરી (ઝીણી સમારેલી)
- ½ કાકડી (સમારેલી)
- ½ કપ બાફેલા બટાકા (નાના ટુકડામાં કાપેલા)
- ½ ડુંગળી (બારીક સમારેલી)
- ૧ લીલું મરચું (બારીક સમારેલું)
- ૧ ચમચી લીંબુનો રસ
- કોથમીરના પાન (સજાવટ માટે)
- ½ ચમચી જીરું પાવડર
- ૧ ચમચી ચાટ મસાલા
- સ્વાદ પ્રમાણે કાળું મીઠું
ચટપટી મેંગો ચાટ કેવી રીતે બનાવવી?
- સ્ટેપ 1: એક મોટા બાઉલમાં પાકેલી કેરી, કાચી કેરી, કાકડી, બાફેલા બટેટા અને ડુંગળી ઉમેરો.
- સ્ટેપ 2: હવે તેમાં લીલા મરચાં અને લીંબુનો રસ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.
- સ્ટેપ 3: પછી સ્વાદ વધારવા માટે ચાટ મસાલો, જીરું પાવડર અને કાળું મીઠું ઉમેરો.
- સ્ટેપ 4: છેલ્લે લીલા ધાણાથી સજાવીને પીરસો.
કેમ બનાવવી જોઈએ આ ચાટ?
- બનાવવા માટે સરળ
- તાજગીથી ભરપૂર
- સ્વાદમાં અદ્ભુત
- બાળકો અને મહેમાનો બંને માટે યોગ્ય
જો તમે કેરી અને મેંગો શેક ખાવાથી કંટાળી ગયા છો, તો આ વખતે આ મેંગો ચાટ ટ્રાય કરો અને ઉનાળાને વધુ મજેદાર બનાવો.