સવાલ : હું ૨૬ વર્ષનો છું. ગર્લફ્રેન્ડ સાથે સંબંધ રાખું છું, પણ તેને લાંબી ઇન્દ્રિયવાળા પુરુષો વધુ ગમે છે. આ વાતની ખબર અમે જ્યારે સાથે પૉનોર્ગ્રાફિક ક્લિપ જોતાં હોઈએ ત્યારે પડી. એમાં જે મૉડલ દેખાડવામાં આવે છે એટલો જ હૅન્ડસમ લાગું છું અને કસરત કરીને ફિટ રહેવાની કોશિશ મારી પણ હોય છે. જોકે પેનિસની સાઇઝના મામલે હું પાછો પડું છું. મારી ગર્લફ્રેન્ડ લાંબું ઑર્ગન ધરાવતા મૉડલને જોઈને એક્સાઇટ થઈ જાય છે. ક્યારેક તે કહેતી હોય છે કે મારી પેનિસ નાની છે. જ્યારે પણ અમે સમાગમ કરીએ છીએ ત્યારે તે સંતુષ્ટ તો થાય છે, પરંતુ ઓરલ સેક્સ દરમ્યાન તે મને કહે છે કે સાઇઝ થોડીક મોટી હોય તો વધુ આનંદ મળે. ઉત્તેજિત અવસ્થામાં મારા શિશ્નની સાઇઝ લગભગ છ ઇંચની છે. મારે હજી બેથી ત્રણ ઇંચ વધારવી છે. સર્જરી શક્ય હોય તો એ પણ કરાવવા હું તૈયાર છું.
જવાબ : અત્યારે તમને પોતાનાં અંગોથી અસંતોષ પેદા થયો છે એ માત્ર દેખ્યાનું ઝેર છે. તમારા શિશ્નની સાઇઝ એકદમ નૉર્મલ છે. પૉનોર્ગ્રાફીમાં તમે જે જુઓ છો એ બધું જ સાચું નથી હોતું. જેમ બ્રેસ્ટની સાઇઝ કુદરતી હોય છે અને એનાથી સેક્સ માણવાની કે કરવાની ક્ષમતામાં કોઈ જ ફરક નથી પડતો એવું જ પેનિસનું છે. પેનિસ વધુ લાંબી હોય તો વધુ સંતોષ આપી શકાય એ એક ભ્રામક વિચાર છે. યોનિમાર્ગની કુલ લંબાઈ છ ઇંચની હોય છે અને એમાં માત્ર આગળના બે ઇંચમાં જ સ્પર્શ-સંવેદના હોય છે એટલે વધારે લાંબી પેનિસથી હકીકતમાં પ્લેઝરમાં કોઈ ફાયદો નથી થતો. તમારી ગર્લફ્રેન્ડને સમાગમ દરમ્યાન સંતોષ મળી જાય છે એ બતાવે છે કે તમે સમાગમ દ્વારા સુખ આપી શકો એટલી ઇન્દ્રિયની લંબાઈ ધરાવો છો. તમારી જાણ ખાતર જણાવવાનું કે ઇન્દ્રિયની સાઇઝ સ્ત્રીના એન્જૉયમેન્ટ, સૅટિસ્ફૅક્શન કે ફર્ટિલિટી માટે જરૂરી નથી.
પ્લાસ્ટિક સર્જરીની મદદથી કેટલાક લોકો સાઇઝ વધારવા માટે ઑપરેશન કરાવે છે, પણ એ ખૂબ ખર્ચાળ અને અટપટું હોય છે. આ સર્જરી જો સફળ ન થઈ તો ઊલમાંથી ચૂલમાં પડવાનો વારો આવી શકે. મને તમારા કેસમાં આની કોઈ જરૂર નથી લાગતી. સ્વસ્થ સેક્સલાઇફ માટે તમે પૂરતાં ફિટ છો.