સવાલ : મારી ઉંમર ૨૩ વર્ષ છે. અવારનવાર મૅસ્ટરબેશન કરું છું પણ હજી સુધી ફિઝિકલી ઍક્ટિવ નથી થયો. થોડા વખતમાં મારાં લગ્ન થવાનાં છે એટલે થોડી ઍન્ગ્ઝાયટી રહ્યા કરે છે. મારી ગર્લફ્રેન્ડ સાથે ઇન્ટિમેટ થવાનો પ્રયત્ન કરેલો ત્યારે ઘણી ગરબડ થયેલી. કારણ એ છે કે મારી પેનિસ થોડીક વાંકી છે. એને કારણે પેનિટ્રેશન દરમ્યાન પોઝિશન બરાબર નથી રહેતી. બીજું, દરેક વખતે મૅસ્ટરબેશન કરું ત્યારે વીર્યની ક્વૉલિટી અને ક્વૉન્ટિટીમાં જરાય કન્સિસ્ટન્સી નથી રહી. ક્યારેક ખૂબ પાતળું વીર્ય હોય છે તો ક્યારેક ગાઢું. શું ખોરાક અને એક્સરસાઇઝની વીર્ય પર અસર પડતી હશે? મારું ઊંઘવાનું બહુ અનિયમિત છે એટલે ક્યારેક તો રાતના સમયે બબ્બે વાર મૅસ્ટરબેશન કરું છું. ઉત્તેજના અને સ્ખલનમાં કોઈ જ વાંધો નથી. પેનિસને સીધી કરવા માટે કંઈ થઈ શકે? હસ્તમૈથુન દરમ્યાન તો કોઈ વાંધો નથી આવતો, તો શું સમાગમ દરમ્યાન ચાલી જશે?
જવાબ : લગભગ મોટા ભાગના પુરુષોની પેનિસ થોડીઘણી વાંકી તો હોય જ છે. જો સમાગમ (યોનિપ્રવેશ) કરતી વખતે દુખાવો થાય તો જ એનો ઇલાજ કરવાની જરૂર છે, નહીં તો નહીં. તમે માત્ર ઇન્ટિમેટ થવાનો પ્રયત્ન કરેલો અને નિષ્ફળતા મળેલી.
શરૂ-શરૂમાં બન્ને પાર્ટનર એકબીજાનાં અંગો, ફ્લેક્સિબિલિટી અને પોઝિશનથી અજાણ હોવાથી આવું થઈ શકે છે. બની શકે કે પહેલી વારની ઍન્ગ્ઝાયટીને કારણે તકલીફ થઈ હોય.
તમે હસ્તમૈથુન કરો છો ત્યારે પણ પેનિસમાં કોઈ તકલીફ નથી એ બધું નૉર્મલ હોવાની શક્યતા જતાવે છે. વીર્ય પાતળું હોવું કે જાડું હોવું, સફેદ હોવું કે પીળાશ પડતા રંગનું હોવું, માત્રા ઓછી હોવી કે વધારે હોવી વગેરે ઘણીબધી વસ્તુઓ પર નિર્ભર હોય છે. મોટા ભાગે બે સ્ખલન વચ્ચે ખૂબ ઓછો સમયગાળો હોય તો પણ વીર્યની માત્રા અને ઘટ્ટતા ઘટી જાય છે. તમે એક રાતમાં બે વાર મૅસ્ટરબેશન કરતા હશો ત્યારે વીર્યની ઘટ્ટતા અને ક્વૉન્ટિટી બન્ને ઘટતી હશે. એનાથી વ્યક્તિની કામશક્તિ પર કોઈ વિપરીત અસર પડતી નથી.
સેક્સલાઇફ સારી રાખવી હોય તો હેલ્ધી અને નિયમિત ભોજન લો, પૂરતી ઊંઘ લો અને દિવસમાં એક કલાક કસરત કરો.