72
/ 100
SEO સ્કોર
Skin Care: બાઈ બાય પાર્લર! હવે હળદરથી કરો સ્કિન ક્લીન-અપ
Skin Care: આજના દોડધામભર્યા જીવનમાં ચમકદાર અને સ્વચ્છ ત્વચા પામવી સરળ નથી. મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ અને પાર્લરના ખર્ચાળ ટ્રીટમેન્ટ દરેક માટે શક્ય નથી. પરંતુ આપના રસોડામાંથી મળતી એક સાદી વસ્તુથી તમે ચમત્કારિક ચારકોલ માસ્ક બનાવી શકો છો – તે પણ વિના ખચખ્યાના!
આ ખાસ ઘરેલું ઉપાય ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ સૌંદર્ય પ્રસાધનોમાં રહેલા રસાયણોથી દૂર રહેવા માંગે છે અને કુદરતી રીતે તેમની ત્વચાની સંભાળ રાખવાનું પસંદ કરે છે.
હળદરથી બનેલો ઘરેલુ ચારકોલ
બજારમાં મળતા એક્ટિવેટેડ ચારકોલનો ઉપયોગ તો સૌ જાણે છે, પણ શું તમે જાણો છો કે તમે ઘરેજ હળદરથી ચારકોલ બનાવી શકો છો?
જરૂરી સામગ્રી:
- કાચી હળદર – 2 થી 3 ગઠ્ઠા
- ટામેટાંનો રસ – 1 ટેબલસ્પૂન
- મધ – 1 ટેબલસ્પૂન
- કોફી પાવડર – 1 ટીસ્પૂન
- લોખંડનો તપેલો કે માટીનો વાસણ
બનાવવાની રીત:
- હળદરને સારી રીતે ધોઈને સંપૂર્ણપણે સૂકવી લો.
- હવે તેને ધીમા તાપે લોખંડના તપેલા અથવા માટીના વાસણમાં સેકો જ્યાં સુધી તે કાળી ન થઈ જાય.
- ઠંડુ કર્યા બાદ તેને પીસીને પાવડર બનાવી લો.
- હવે એક બાઉલમાં આ પાવડરમાં મધ, ટામેટાંનો રસ અને કોફી પાવડર ઉમેરી પેસ્ટ તૈયાર કરો.
કેવી રીતે ઉપયોગ કરવો?
- સૌપ્રથમ ચહેરાને સાફ કરો.
- તૈયાર કરેલો માસ્ક ચહેરા અને ગળા પર લગાવો.
- 15-20 મિનિટ સુધી છોડી દો.
- પછી સાદા પાણીથી ધોઈ લો અને મોઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલશો નહીં.
શું છે ફાયદા?
- ત્વચામાં જમા થયેલી ગંદકી, તેલ અને મૃત કોષો દૂર થાય છે.
- ચહેરો તરત તાજો અને તેજસ્વી દેખાવા લાગે છે.
- બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સમાં ઘટાડો થાય છે.
- હળદરના એન્ટી-બેક્ટેરિયલ ગુણ ધૂળ-માટીને દૂર કરી ખીલ અટકાવે છે.
- ઓઇલી ત્વચાવાળાઓ માટે ખાસ લાભદાયી – વધારાનું તેલ શોષી ત્વચાને સંતુલિત કરે છે.
ટિપ: આ માસ્ક અઠવાડિયામાં 1-2 વાર વાપરી શકાય છે. તેમાં કુદરતી ઘટકો હોવાથી, આડઅસર થવાની શક્યતા ઓછી છે, પરંતુ પહેલા પેચ ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે.