જીવનમાં ઘણી વખત નાની એવી વાતોથી સંબંધ તૂટી જતા હોય છે.સાથે જીવવા મરવાના કે ગમે તે સમયમાં સાથ આપવાના આ નિર્ણયોને પૂરા કરવા માટે મોરલ સપોર્ટની સૌથી વધુ જરૂરિયાત હોય છે. જો તમે પરિણીત હો તો વિના કોઈ સંકોચ પાર્ટનરનો સાથ આપો અને તેમના સંકલ્પને પૂરા કરવામાં તેમની મદદ કરો.
કોઈ વાત પર સાથીને મેણાંટોણાં મારવા અથવા તેની મજાક ઉડાવવાની જગ્યાએ તમારે તેમનો સાથ આપવો જોઈએ. પોઝિટિવ એડિટ્યૂડની સાથે ખરાબ આદતોનો ત્યાગ કરી દેવો અને નવી આદતોને અપનાવવામાં મદદ કરવી જોઈએ.પાર્ટનરને તેમની ભૂલનો અહેસાસ પ્રેમથી કરાવો અને જણાવો કે તેમનો લક્ષ્ય શું છે.
ખરાબ અને મુશ્કેલ સમય તો આવે અને જાય એવા સમયે તમારા સાથીને હમેશા સાથ આપો. શાંતિથી વાત કરો કોઈ એવું વર્તન ન કરો જેનાથી તેમને દુઃખ થાય સતત સાથે હોવાનો અહેસાસ ખુબ જરૂરી છે. મુશ્કેલીમાં આપેલો સાથ ક્યારેય કોઈ વ્યક્તિ ભૂલતી નથી તમારા પાર્ટનરને હળવો મૂડ કરવા તેની મનપસંદ વાતો સાંભળો તેની સાથે વધુ સમય પસાર કરો તેને અહેસાસ કરાવો કે જીવનમાં ગમે તે પરીસ્થિતિ હોય તમે તેની સાથે છો