કહેવાય છેકે, સારા સ્વાસ્થ્યનું રાઝ તમારી જાતને સ્વચ્છ રાખવાનું છે. પરંતુ આ મહાશયનું કહેવું છેકે, જો તે તેના શરીર પર એક પણ પાણીનું ટીપું નાંખશે તો તે બીમાર પડી જશે. 83 વર્ષનાં અમો હાજી ગયા 63 વર્ષથી આ પ્રકારે અજીબોગરીબ લાઈફસ્ટાઈલની સાથે પોતાની જીંદગીને જીવી રહ્યા છે.

હાજીને દુનિયાનો સૌથી ગંદો માણસ એમ જ કહેવામાં આવતો નથી. હજી તો હાજી વિશે બીજી ઘણીબધી વાતો જાણવાની બાકી છે. હાજીએ જણાવ્યુકે, તેણે આ જીવન પોતાની જવાનીના ઉતાર-ચઢાવ બાદ અપનાવ્યુ છે. અને આશ્ચર્યરીતે તેણે પોતાની જાતને અલગ કરી દીધી હતી.

ડેલી મેલનાં રિપોર્ટ મુજબ, હાજી ઈરાનના ફાર્સના દક્ષિણ ક્ષેત્રમાં રહે છે. હાજીને ખાવા-પીવાની વસ્તુઓમાં સફાઈથી નફરત છે. તે મરેલાં જાનવરોનાં સડેલાં માંસ ખાય છે. તેને શાહુડીનું માંસ સૌથી વધારે પસંદ છે. તે દિવસમાં પાંચ લીટર પાણી પીવે છે. આ કામ માટે પણ તે કટાયેલાં ઓઈલ કૅનનો ઉપયોગ કરે છે.

હાજી આરામ કરવા માટે સિગાર પીવે છે. અને તે પાઈપ જાનવરોનાં મળથી ભરેલી રહે છે. તે રાત એક ખાડામાં વિતાવે છે. જે તેને કબર જેવી લાગે છે. એવું નથી કે લોકોએ તેની ઉપર ધ્યાન આપ્યુ નથી. લોકોએ તેને નવડાવવાનાં પ્રયાસો કર્યા હતા પરંતુ હાજી ભાગવામાં સફળ રહ્યો હતો.

તહેરાન ટાઈમ્સનાં રિપોર્ટ મુજબ, એવું નથી કે તે તેનાં આ ચહેરાથી અજાણ હોય. તે કારનાં કાચમાં પોતાનો ચહેરો પણ જુએ છે. પરંતુ તેને બદલવાનો પ્રયાસ કરતો નથી. વાળને કાપવાનાં બદલે તે તેને બાળવા યોગ્ય સમજે છે.

આ માણસ ગરમીની ઋતુમાં ચીથડા પહેરે છે. અને શિયાળામાં વૉર હેલમેટ. દુનિયામાં એક ભારતીય માણસ કૈલાશ સિંહ (66)નો સૌથી લાંબા સમયથી નહીં નાહવાનો રેકોર્ડ નોંધાયેલો છે. કૈલાશ સિંહે 38 વર્ષ સુધી નાહ્યા વગર રેકોર્ડ બુકમાં નામ નોંધાવ્યુ હતુ. તો હાજીએ આ વાતનો દાવો કર્યો છે કે તે આ રેકોર્ડને તોડી ચૂક્યો છે.