ગુલાબી ઠંડીમાં થતી શરદી વિક્સ લગાવવાથી તુરંત દૂર થઈ જાય છે. જો કે બામ શરદી ઉધરસથી જ નહીં પરંતુ સ્ટ્રેચ માર્કસ દૂર કરવા અને માઈગ્રેનનો દુખાવો દૂર કરવામાં પણ ઉપયોગી થાય છે. તો ચાલો જાણી લો વિક્સ બામથી કેવા ફાયદા થાય છે.
ગર્ભાવસ્થા બાદ મહિલાઓને સ્ટ્રેચ માર્ક્સ થઈ જતા હોય છે. તેને દૂર કરવા તેઓ અનેક ઉપાય કરે છે પરંતુ તે દૂર થતાં નથી. જો કે વિક્સ સ્ટ્રેચ માર્કસને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. વિક્સ બામ નિયમિત લગાડવાથી ત્વચા સોફ્ટ થઈ જાય છે અને ધીરે ધીરે સ્ટ્રેચ માર્કસ દૂર થઈ જાય છે.
શિયાળામાં એડી ફાટવાની ફરિયાદ સામાન્ય હોય છે. ફાટેલી એડીના કારણે તકલીફ પણ થાય છે અને તેનાથી ફેશનેબલ ફૂટવેર પહેરી શકાતા નથી. આ તકલીફ દૂર કરવા માટે પણ વિક્સ બામ ઉપયોગી સાબિત થાય છે. રાત્રે સૂતી વખતે એડીમાં થોડો વિક્સ બામ લગાડવો અને મોજાં પહેરી સૂઈ જવું, સવારના સમયે મોજાં કાઢી અને હુંફાળા પાણીમાં પગ 30 મિનિટ માટે બોળી રાખવા. થોડા જ દિવસોમાં તમને તેની અસર જોવા મળશે.