મુંબઇઃ દિવાળી બાદ દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના કહેસ વધતા સરકારની ઉંઘ હરામ થઇ ગઇ છે. દિલ્હીની સાથે-સાથે મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને લઈને મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જ્યાં એક તરફ દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તો બીજી તરફ મુંબઈમાં પણ કોરોનાએ ઉથલો માર્યો છે. જેને ધ્યાનમાં રાખીને સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ઉદ્ધવ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
દિલ્હીમાં નિયંત્રણ બહાર થઇ ગયેલા કોરોના સંક્રમણને લઈને મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હીમાં કોરોનાના વધતા કેસને લઈને હવે મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જાણવા મળી રહ્યું છે કે દિલ્હી અને મુંબઈ વચ્ચે ટ્રેન સેવા અને હવાઈ સેવા બંધ કરવામાં આવી શકે છે. આ મામલે ટૂંક સમયમાં સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવી શકે છે.
નોઈડા બોર્ડર પર જે રીતે હાલ રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે તે જ રીતે દિલ્હી ફરીદાબાદ બોર્ડર પર પણ રેન્ડમ ટેસ્ટ શરૂ કરવામાં આવશે. તેની શરૂઆત આજે બપોરે 2 વાગ્યાથી કરવામાં આવશે. હરિયાણાના ડીજી હેલ્થએ કાલે ફરીદાબાદની મુલાકાત કરી હતી અને બોર્ડર પર રેન્ડમ સેમ્પલિંગ કરવાનો આદેશ કર્યો છે. સ્વાસ્થ્ય વિભાગનું માનવું છે કે રેન્ડમ ટેસ્ટ દ્વારા કોરોનના પ્રસારને ઘણાખરા અંશે ઘટાડી શકાશે.