Mango Shake: ક્રીમી અને સ્વાદિષ્ટ મેંગો શેકની રેસીપી

Satya Day
2 Min Read

Mango Shake ઉનાળાની તાજગી માટે બનાવો ઘરે એકદમ ક્રીમી અને સ્વાદિષ્ટ મેંગો શેક!

Mango Shake શરીરને ઠંડક આપતી અને સ્વાદમાં મીઠાશ ભરી દેતી કેરીથી બનેલી વસ્તુઓની ઇચ્છા વધે છે. એમા પણ જો વાત હોય મેંગો શેકની તો શું કહેવું! આજે આપણે જાણશું ઘરમાં જ 5 મિનિટમાં તૈયાર થતી એકદમ ક્રીમી અને સ્વાદિષ્ટ મેંગો શેકની રેસીપી.

 જરૂરિયાતમંદ સામગ્રી:

  • પાકેલી કેરી – 2 (સાવ મીઠી અને સુગંધવાળી)

  • ઠંડુ દૂધ – 2 કપ

  • ખાંડ અથવા મધ – સ્વાદ પ્રમાણે

  • બરફના ટુકડા – 4થી 5

  • કાજુ-બદામ (ડેકોરેશન માટે) – 1-2 ચમચી (સૂકા મેવો સમારેલો)

  • વૈકલ્પિક રીતે – વેનીલા આઈસ્ક્રીમ અથવા ફ્રેશ ક્રીમ (વધુ ક્રીમિ બનાવવા માટે)

Mango Shake.jpg

બનાવવાની રીત:

  1. સૌથી પહેલા કેરીને ધોઈ ને છોલી લો. ત્યારબાદ નાના ટુકડાંમાં કાપી મિક્સર માટે તૈયાર રાખો.

  2. મિક્સર જારમાં કેરીના ટુકડા, ઠંડું દૂધ, ખાંડ અથવા મધ અને બરફ નાખો.

  3. વધુ ક્રીમિ બનાવવો હોય તો થોડી આઈસ્ક્રીમ અથવા ફ્રેશ ક્રીમ ઉમેરો.

  4. બધું સારી રીતે બ્લેન્ડ કરો જ્યાં સુધી શેક સ્મૂથ અને ફ્રૉથી ન થઈ જાય.

  5. તૈયાર શેકને ગ્લાસમાં સર્વ કરો અને ઉપરથી સમારેલા કાજુ-બદામ છાંટો. ઈચ્છા હોય તો કેરીના ટુકડા કે ચોકલેટ સીરપ પણ ઉમેરી શકો છો.

Mango Shake.1.jpg

ટિપ્સ:

  • જો કેરી વધારે મીઠી હોય તો ખાંડ ટાળી શકો છો.

  • વેઝન વધારતી કેલોરીયસ આઈટમ કેરી શેકને મીલ રિપ્લેસમેન્ટ તરીકે પણ લઈ શકાય છે.

ઠંડક અને સ્વાદ – બંને એકસાથે!

ઘરે જ બનાવી લો આ સરળ અને આરોગ્યદાયક મેંગો શેક. ઠંડક અને કેરીનો ભવ્ય સ્વાદ તમને ફરી ફરી બનાવીને પીવા મજબૂર કરી દેશે!

TAGGED:
Share This Article