ચણાની દાળમાંથી બનાવો હોટેલ જેવા કરકરા ચટપટાં વડા: સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી

1 Min Read

ઝટપટ બનાવો મસાલેદાર ચણાની દાળના વડા

સામગ્રી:

  •  250 ગ્રામ ચણાની દાળ
  • 1 ચમચી ચણાનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ઈંચ આદુનો ટુકડો
  • 2 લીલાં મરચાં
  • 1 ચમચી આખા મરી
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1 1/2 ચમચી આખા ધાણા
  • તળવા માટે તેલ અથવા ઘી

images 2.jpeg

બનાવવાની રીત:

દાળ તૈયાર કરવી:

- Advertisement -

સૌ પ્રથમ ચણાની દાળને આખી રાત પલાળી રાખો. સવારે દાળનું બધું પાણી નિતારી તેને મિક્સરમાં પીસીને એક પેસ્ટ બનાવી લો.

મિશ્રણ બનાવવું:

- Advertisement -

આ પેસ્ટમાં ઉપર જણાવેલી બધી સામગ્રી અને મસાલા નાખીને બરાબર ફીણી લો. જો મિશ્રણ થોડું ઢીલું લાગે અને તેને ઘટ્ટ કરવું હોય તો તેમાં ચણાનો લોટ ઉમેરી શકાય છે.

તળવાની પ્રક્રિયા:

એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તૈયાર મિશ્રણમાંથી એક મુઠ્ઠી જેટલું મિશ્રણ લઈ તેને હાથેથી ઈંડા જેવો આકાર આપો અને ગરમ તેલમાં તળો.

- Advertisement -

સોનેરી રંગ:

આ રીતે બધાં વડાંને સોનેરી રંગના થાય ત્યાં સુધી તળીને બહાર કાઢી લો.

masala chana dal vada parippu paruppu vadai is tea time fried snacks recipe from maharashtrian kerala served plate 466689 811.jpg

ફરીથી તળવા: હવે વડામાંથી અડધો ઈંચ જેટલો ગોળ ભાગ ફરીથી ગરમ તેલમાં તળો. જ્યારે વડા લાલ રંગના અને કરકરા થઈ જાય એટલે તેલમાંથી બહાર કાઢી લો.

પીરસવું

વડા પર થોડો ચાટ મસાલો ભભરાવીને તેને લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસો.

Share This Article