કડીમાં એક મુસ્લિમ યુવતીને હિન્દૂ યુવક ભગાડી જતાં લઘુમતી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને મોડી રાત્રે 50થી વધુ તત્વો જાહેરમાં દાદાગીરી ઉપર ઉતરી આવી જે લોકોને આ ઘટના સાથે કોઈ લેવાદેવા જ નથી ત્યાં આવી આતંક મચાવ્યો હતો અને અનેક દુકાનોમાં તોડફોડ કરી મોટા અવાજે ગાળો બોલી રોલા પાડ્યા હતા.
હથિયારો સાથે નીકળેલા ટોળાંએ ભયનો માહોલ સર્જી બે થી ત્રણ સ્થળોએ તોડફોડ પણ કરતા કડી પોલીસ અને મહેસાણા જિલ્લા પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને સ્થિતિ કાબુમાં લીધી હતી.
સ્થાનિક અગ્રણીઓની રજુઆત અને ફરીયાદના બાદ પોલીસે 50થી 60ના ટોળાં સામે બે ફરીયાદો નોંધી 25થી વધુ લોકોની ઓળખ બાદ 15થી વધુ યુવાનોની ધરપકડ કરી હતી.
રાતના સમયે અચાનક 50થી વધુ લોકો હથિયારો સાથે નીકળી મોટેથી બુમો પાડી પાડીને બેફામ ગાળો પણ બોલી રોલા પાડી ટોળાએ એક પાર્લર તેમજ નાસ્તા સેન્ટર પર તોડફોડ કરી હતી, એટલું જ નહીં એક વ્યક્તિને માર પણ માર્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના ને લઈ કડીમાં તંગદિલી પ્રસરી ગઈ છે.