મહેસાણામાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ બાદ આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરવાની જાણ થતાંજ અર્બુદા સેનાને થતાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કાર્યકરો કોર્ટ બહાર એકત્ર થઈ જતા કોર્ટની બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
અહીં ગેટ નંબર-2 પર અર્બુદા સેનાના કાર્યકરો ઉમટી પડતા તેમને પાછળના ગેટ નંબર-3 પરથી કોર્ટમાં લઈ જવાયા હતા.
વિપુલ ચૌધરીની ધરપકડને લઈને અર્બુદા સેનામાં ભારે રોષ વ્યાપી ગયો છે અને મહેસાણા ખાતે અર્બુદા સેનાની બેઠક યોજાઈ હતી અને કલેક્ટર કચેરીમાં વિપુલ ચૌધરીને ધરપકડમાંથી મુક્ત કરવા માટે મોટી સંખ્યામાં અર્બુદાના કાર્યકરોએ એકત્રિત થઈ કલેકટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. ત્યારે આજે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટ બહાર મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો ઊમટી પડ્યા છે.
અહીં સ્થિતિ તંગ છે અને ગમેત્યારે સ્થિતિ બગડી શકે તેમ હોય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.