મહેસાણા શહેર સ્થિત જુની મામલતદાર કચેરીના મકાનમાં રાખવામાં રૂા. ૯૬,૮૦૦ની કિંમતની ૪૮૪ લોખંડની મતપેટીઓ ની ચોરી થઈ હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.
હવે સંભવિત ચુંટણીઓ પૂર્વે તંત્ર માં અંદરખાને આગોતરી તૈયારીઓ શરૂ થઈ છે તેવે વખતે મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા મતપેટીઓ અંગે ની વિગતો માંગતા મહેસાણા મામલતદાર કચેરીએ ૯૪૪ મોટી પેટીઓ ઉપલબ્ધ હોવાનો રીપોર્ટ આપ્યો હતો અને તે બાદ જૂની મામલતદાર કચેરીમાં તપાસ દરમિયાન મકાનની પાછળની બારી અને રેકર્ડ રૂમનો દરવાજો તુટેલો તેમજ રેકર્ડ અસ્તવ્યસ્ત પડયું હોઇ ચોરી નો બનાવ જનતા તપાસ દરમ્યાન મત પેટીઓની ચોરી થઈ હોવાનું જણાયું હતું. તેઓએ આ અંગે જાણ કરતાં મહેસાણાના નાયબ મામલતદાર સંજયભાઈ અને કારકુન નરેન્દ્રભાઈ રાજગોર પહોંચ્યા હતા. અહીં તેમણે મત પેટીઓની ગણતરી કરાવતાં ૯૪૪ પૈકી ૪૮૪ મત પેટીઓ ઓછી હોવાનું સામે આવ્યુ હતુ. આ ઘટના અંગે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની તપાસ પીએસઆઈ બી.એફ. દેસાઈ ચલાવી રહ્યા છે.
આમ તસ્કરો મતપેટીઓ ની ચોરી કરી ભાગી છૂટતા આ કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
