Flipkart Black Friday Saleમાં iPhone 15ની કિંમતમાં ઘટાડો, ફોન 16% સસ્તો થયો
Flipkart Black Friday Sale: ફ્લિપકાર્ટ બ્લેક ફ્રાઈડે સેલમાં સ્માર્ટફોન, હોમ એપ્લાયન્સ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલનું આયોજન ઈ-કોમર્સ વેબસાઈટ પર 24 નવેમ્બરથી 29 નવેમ્બરની વચ્ચે કરવામાં આવી રહ્યું છે. આ સેલમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે સ્માર્ટફોનની ખરીદી પર તમને અત્યાર સુધીની શ્રેષ્ઠ ડીલ મળશે. આ સેલમાં iPhone 15ની ખરીદી પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર પણ આપવામાં આવી રહી છે. તે બજાર કિંમત કરતા 16 ટકા સસ્તી કિંમતે ખરીદી શકાય છે.
iPhone 15 પર ઑફર
ગયા વર્ષે લોન્ચ થયેલા Appleના iPhone 15ની ખરીદી પર 16%નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. iPhone 16 લૉન્ચ થયા બાદ ફોનની કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ કિંમત ઘટાડા પછી પણ યુઝર્સને ફોન હજારો રૂપિયા સસ્તો મળશે. iPhone 15ની શરૂઆતી કિંમત 69,900 રૂપિયા છે. આ ફોન ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે – 128GB, 256GB અને 512GB. કંપની દરેક વેરિઅન્ટ પર આ ડિસ્કાઉન્ટ આપી રહી છે.
iPhone 15 ફ્લિપકાર્ટ પર 58,249 રૂપિયાની પ્રારંભિક કિંમતે લિસ્ટેડ છે. આ સિવાય Flipkart-Axis બેંક કાર્ડ પર iPhone 15ની ખરીદી પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય કંપની નો-કોસ્ટ EMI પણ ઓફર કરી રહી છે. એટલું જ નહીં જૂના ફોનને એક્સચેન્જ કરવા પર 32,950 રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
iPhone 15 ના ફીચર્સ
Appleનો આ iPhone 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં ડાયનેમિક આઇલેન્ડ ફીચર હશે. ઉપરાંત, તે સેટેલાઇટ કનેક્ટિવિટી સુવિધાઓ સાથે આવે છે. આ iPhone A16 Bionic ચિપ સાથે આવે છે, જેની સાથે તે 512GB ઇન્ટરનલ સ્ટોરેજને સપોર્ટ કરશે. ફોનના પાછળના ભાગમાં 48MP + 12MP ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12MP કેમેરા હશે.