Google Pixel 9a: Googleના સૌથી સસ્તા ફોનના ફીચર્સ લોન્ચ પહેલા જ લીક! જાણો સંપૂર્ણ વિગત
Google Pixel 9a: Google આજે Pixel 9 સિરીઝનો પોતાનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. જો કે, લોન્ચ પહેલા જ તેની કિંમત અને ફીચર્સ સામે આવી ગયા છે. ચાલો, જાણીએ આ ડિવાઇસ સાથે સંકળાયેલી તમામ માહિતી.
Google Pixel 9aની સંભવિત કિંમત
Pixel 9a ની કિંમત અમેરિકામાં 128GB વેરિઅન્ટ માટે $499 (લગભગ 43,100) અને 256GB મોડલ માટે $599 (લગભગ 51,800) હોવાની શક્યતા છે. બેઝ મોડલની કિંમત Pixel 8a જેટલી જ રહેશે, પરંતુ વધુ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમતમાં $40 (લગભગ 3,400) નો વધારો થયો છે.
Google Pixel 9aના સંભવિત ફીચર્સ
લીક્સ મુજબ, Pixel 9a નો ડિઝાઇન Pixel 9 અને Pixel 9 Pro જેવો જ હોઈ શકે છે. ફોનમાં 6.3-ઇંચ AMOLED ડિસ્પ્લે હશે, જે 120Hz રિફ્રેશ રેટ અને સુરક્ષાની દ્રષ્ટિએ ગોરિલ્લા ગ્લાસ 3 સપોર્ટ સાથે આવશે. ડિઝાઇનમાં ગોળાવાળા ધાર, મોટો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા અને એન્ટેના લાઇન્સ જોવા મળી શકે.
Pixel 9aમાં Googleનું પોતાનું Tensor G4 ચીપસેટ હોવાની અપેક્ષા છે, જે 8GB LPDDR5X રેમ અને 256GB સુધીના સ્ટોરેજ ઓપ્શન સાથે આવશે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે તેમાં Titan M2 ચિપ પણ સામેલ હોઈ શકે.
https://twitter.com/ZAKtalksTECH/status/1902108581287358747?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1902108581287358747%7Ctwgr%5Ef1b82725bc7d9905e14336a7cb2aca7044c16743%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.news24online.com%2Fgadgets%2Fgoogle-pixel-9a-launch-price-and-features-camera-processor-best-phone-under-50000%2F1111842%2F
Pixel 9a કેમેરા અને બેટરી
48MPનો પ્રાઇમરી સેન્સર અને 13MP નો અલ્ટ્રા-વાઇડ લેન્સ મળી શકે છે, જે ફોટોગ્રાફી લવર્સ માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે.
બેટરી પરફોર્મન્સની દૃષ્ટિએ, તેમાં 5,100mAh ની બેટરી હોઈ શકે છે, જે 23W વાયર્ડ ચાર્જિંગ અને 7.5W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરશે.
અન્ય ખાસ ફીચર્સ
- IP68 રેટિંગ – ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ માટે
- કલર ઓપ્શન:
- 128GB વેરિઅન્ટ – આયરિસ, ઓબ્સીડિયન, પીઓની અને પોર્સેલેન
- 256GB વેરિઅન્ટ – ફક્ત આયરિસ અને ઓબ્સીડિયન
હજુ સુધી લોન્ચ સમય જાહેર થયો નથી, પરંતુ શક્યતા છે કે Google આજે મોડી સાંજ સુધી તેની સત્તાવાર જાહેરાત કરશે.