Honda Activa 7G ભારતમાં ટૂંક સમયમાં થશે લોન્ચ! TVS Jupiter સાથે થશે ટક્કર
Honda Activa 7G: ખબર આવી રહી છે કે Honda નવી Activa 7G પર કામ કરી રહી છે, જે ટૂંક સમયમાં લોન્ચ થશે. હાલમાં, Activa 6G ભારતમાં ખુબ જ લોકપ્રિય છે અને સારી વેચાણ સંખ્યા ધરાવે છે. ચાલો જાણીએ કે આગામી Activa 7Gમાં શું નવું અને ખાસ મળશે.
ભારતમાં સૌથી વધુ વેચાતા સ્કૂટર પૈકી એક
Honda Activaએ ભારતનું સૌથી વધુ વેચાતું સ્કૂટર છે. બજારમાં ઘણા સ્કૂટર ઉપલબ્ધ છે, પરંતુ Activa ની વેંચાણને કોઈ પાછળ છોડી શક્યું નથી. થોડા સમય પહેલા કંપનીએ Activa 6G નું અપડેટ મોડેલ લોન્ચ કર્યું હતું. હવે એવી જાણકારી મળી રહી છે કે Honda Activa 7G પર કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનું લોન્ચિંગ થવાની સંભાવના છે. જોકે, હજી સુધી કંપની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
નવી ડિઝાઇન અને અપડેટેડ ફીચર્સ
મિડીયા રિપોર્ટ મુજબ, Honda Activa 7Gમાં નવી ડિઝાઇન જોવા મળશે, જે હાલના મોડેલ કરતા વધુ કોમ્પેક્ટ અને સ્ટાઇલિશ હશે. તેમાં નવી હેડલાઇટ, DRL (ડે-ટાઈમ રનિંગ લાઇટ), અને રિફ્લેક્ટ લાઈટ આપવી શકે છે.
વધુ સ્ટોરેજ સ્પેસ – બેઠકોની નીચે વધુ જગ્યા હશે, જેથી બે હેલ્મેટ સરળતાથી મૂકી શકાય.
લાંબી અને આરામદાયક સીટ – પાછળ બેસનારા માટે વધુ આરામદાયક ડિઝાઇન હશે.
અપડેટેડ એન્જિન અને પર્ફોર્મન્સ
Honda Activa 7G માં 109cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન મળશે, જે 7.6bhp ની પાવર અને 8.8Nm નું ટોર્ક જનરેટ કરશે. તેમાં ખાસ ફીચર્સ શામેલ હશે, જેમ કે:
એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ સ્વિચ બટન
સાઈલેન્ટ સ્ટાર્ટર અને ડ્યુઅલ-ફંક્શન સ્વિચ
આ સ્કૂટર 1 લીટર પેટ્રોલમાં 50-55 કિમીની માઈલેજ આપી શકે છે, જ્યારે હાલના Activa 6G ની માઈલેજ 45-50 kmpl છે. સ્કૂટર 5.3 લીટરનાં ફ્યુઅલ ટેંક સાથે આવી શકે છે.
TVS Jupiter સાથે ટક્કર
Honda Activa 7Gનું સીધું સ્પર્ધક TVS Jupiter 110 હશે, જેની એક્સ-શોરૂમ કિંમત 73,700 રૂપિયા થી શરૂ થાય છે. TVS Jupiter માં 113.3cc નું સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 5.9kW ની પાવર અને 9.8Nm નું ટોર્ક આપે છે. તેમાં CVT ગિયરબોક્સ ની સુવિધા મળે છે.
Jupiter 110 હવે પહેલા કરતાં વધુ એડવાન્સ થયો છે અને તેમાં સારા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. તેની સીટની નીચે પણ બે હેલ્મેટ મૂકી શકાય એવી જગ્યા આપવામાં આવી છે.
હવે જોવાનું એ રહ્યું કે Honda Activa 7G ક્યારે લોન્ચ થશે અને TVS Jupiter ને કેટલી ટક્કર આપી શકે છે!