iPhone 16
iPhone 16 Design and Colour: એવું માનવામાં આવે છે કે iPhone 16 આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં લોન્ચ થઈ શકે છે. લોન્ચ પહેલા iPhone 16 સાથે જોડાયેલી ઘણી માહિતી સામે આવી છે.
iPhone 16 Look Leaked: iPhone યુઝર્સ હંમેશા લેટેસ્ટ ફોનની શોધમાં હોય છે. કેટલાક યુઝર્સ આઇફોનનું લેટેસ્ટ મોડલ ખરીદવા માટે રાહ જુએ છે તો કેટલાક તેના નવા ફીચર્સ જાણવા માટે રાહ જુએ છે. આ દરમિયાન, નવી iPhone સિરીઝને લઈને એક મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ છે. એવું માનવામાં આવે છે કે iPhone 16 આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં લોન્ચ થઈ શકે છે. લોન્ચ પહેલા iPhone 16 સાથે જોડાયેલી ઘણી માહિતી સામે આવી છે.
આઇફોનનો લીક દેખાવ
એપલ એનાલિસ્ટ મિંગ ચી કુઓએ એક નોંધ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે iPhone 16 Pro સીરીઝમાં ચાર કલર ઓપ્શન હશે, બ્લેક, વ્હાઇટ, ગ્રે અને રોઝ કલર. અગાઉ Appleએ iPhone 15 Pro અને iPhone 15 Pro Maxના નેચરલ ટાઇટેનિયમ, બ્લુ ટાઇટેનિયમ, વ્હાઇટ ટાઇટેનિયમ અને બ્લેક ટાઇટેનિયમ વેરિઅન્ટ રજૂ કર્યા હતા. એટલે કે હવે કંપની iPhone 16 Pro અને 16 Pro Max માટે નવા બ્લુ અને રોઝ વેરિઅન્ટ રજૂ કરી શકે છે.
I guess I'm not the only one who thinks the iPhone 16 feels so good in the hand pic.twitter.com/PRZJRo1xv3
— Majin Bu (@MajinBuOfficial) May 17, 2024
લોન્ચ પહેલા ડિઝાઇન લીક થઈ
iPhone 12 જેવા કેમેરા પ્લેસમેન્ટ નવા iPhone 16માં જોઈ શકાય છે. ઉપકરણ પર એક કેમેરા લેન્સ સાથે એક કેમેરા સેટઅપ પણ જોઈ શકાય છે. તેમાં 6.1 થી 6.9 ઈંચ સુધીની ડિસ્પ્લે હોઈ શકે છે. આ ઉપરાંત, મોટા પરફોર્મન્સ અપગ્રેડ માટે એક નવો ચિપસેટ પણ ઉપલબ્ધ થશે. iPhoneના નવા મોડલમાં બેટરી લાઈફ અને કેમેરામાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. તેની સાથે ડિઝાઇનમાં પણ કેટલાક ફેરફારો જોવા મળશે. iPhone 16 નો દેખાવ iPhone 15 Pro અને iPhone 15 Pro Max કરતાં થોડો અલગ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે કંપની iPhoneના નવા વેરિઅન્ટમાં ચોક્કસ ફેરફાર કરે છે, પછી તે લુક હોય કે ફીચર્સ.