Oppo Find X8 Series: Oppoએ લોન્ચ કર્યા બે ધમાકેદાર સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત
Oppo Find X8 Series: પ્રખ્યાત સ્માર્ટફોન કંપની ઓપ્પોએ પોતાની નવી Find X8 સિરીઝ હેઠળ બે નવા સ્માર્ટફોન Oppo Find X8s અને Oppo Find X8s+ ચીનમાં લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોન પાવરફુલ ફીચર્સ અને પ્રીમિયમ ડિઝાઇન સાથે આવ્યા છે. ખાસ વાત એ છે કે બંને ફોન MediaTek Dimensity 9400+ ચિપસેટ સાથે સજ્જ છે, જે ઉત્તમ પરફોર્મન્સ આપે છે. ચાલો જોઈએ કિંમત અને ફીચર્સની વિગતવાર જાણકારી.
ભારતમાં લોન્ચ થવાની શક્યતાઓ
હાલમાં Oppo Find X8s અને X8s+ ફક્ત ચીનના માર્કેટમાં ઉપલબ્ધ છે. ભારતમાં આ ફોન ક્યારે લોન્ચ થશે તે અંગે કોઈ ઓફિશિયલ માહિતી ઉપલબ્ધ નથી. જો કે, શક્યતા છે કે આ સ્માર્ટફોન આગામી દિવસોમાં ભારતમાં પણ લોન્ચ થાય.
કિંમત અને ઉપલબ્ધતા (Oppo Find X8s & X8s+ Price)
12GB RAM + 256GB સ્ટોરેજ: CNY 4,199 (લગભગ 49,400)
16GB RAM + 1TB સ્ટોરેજ: CNY 5,499 (લગભગ 64,700)
કલર ઓપ્શન્સ:
Oppo Find X8s: હોશિનો બ્લેક, મૂનલાઇટ વ્હાઇટ, આઇલેન્ડ બ્લૂ, ચેરી બ્લોસમ પિંક
- Oppo Find X8s+: હોશિનો બ્લેક, મૂનલાઇટ વ્હાઇટ અને નવું હાયસિન્થ પર્પલ શેડ
Oppo Find X8s & X8s+ની વિશેષતાઓ
ડિસ્પ્લે:
Find X8s: 6.3 ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ
Find X8s+: 6.59 ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ
પ્રોસેસર: MediaTek Dimensity 9400+
ઓપરેટિંગ સિસ્ટમ: Android 15 આધારિત ColorOS 15
ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ: IP68 અને IP69 રેટિંગ
બેટરી અને ચાર્જિંગ:
6,000mAh બેટરી
80W વાયરડ અને 50W વાયર્લેસ ચાર્જિંગ સપોર્ટ
કેમેરા:
Find X8s: 50MP ટેલીફોટો લેન્સ (f/2.8 અપર્ચર, 85mm ઇક્વિવેલેન્ટ)
Find X8s+: 50MP ટેલીફોટો લેન્સ
નિષ્કર્ષ
Oppo Find X8 Series તેના પાવરફુલ પ્રોસેસર, શાનદાર ડિસ્પ્લે અને મોટી બેટરી સાથે પ્રીમિયમ સેગમેન્ટમાં એક મજબૂત દાવેદાર છે. જો આ ફોન ભારતમા લોન્ચ થાય, તો તે Xiaomi, Samsung અને OnePlus જેવી બ્રાન્ડ્સ માટે તીવ્ર સ્પર્ધા ઉભી કરી શકે છે.