Oppo Find X8s: iPhone 16 Pro કરતા પણ હલકો! અલ્ટ્રા સ્લિમ ડિઝાઇન અને શક્તિશાળી ફીચર્સ સાથે થશે લોન્ચ
Oppo Find X8s: Oppo ટૂંક સમયમાં પોતાનો નવો સ્માર્ટફોન Oppo Find X8s માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ આ ફોનનો સત્તાવાર ટીઝર જાહેર કરી દીધો છે. આ સ્માર્ટફોન 6.3 ઈંચ ડિસ્પ્લે સાથે આવશે અને કોમ્પેક્ટ ડિઝાઇનમાં લોન્ચ થશે. આ વખતે Oppo એ અલર્ટ સ્લાઈડરની જગ્યાએ એક નવું હાર્ડવેર બટન “Magic Cube” આપ્યું છે. ચાલો, જાણીએ આ ફોનના ખાસ ફીચર્સ.
Oppo Find X8sના શાનદાર ફીચર્સ
Oppoએ જાહેર કરેલા ટીઝર મુજબ, આ સ્માર્ટફોન અલ્ટ્રા સ્લિમ બોડી અને પતળા બેઝલ્સ સાથે આવશે. ફોનનું વજન માત્ર 180 ગ્રામ હશે, જે iPhone 16 Pro કરતા 20 ગ્રામ હલકો હશે. ફોનની જાડાઈ માત્ર 7.8mm હશે.
ડિઝાઇન અને કેમેરા
6.3 ઈંચનો ફ્લેટ ડિસ્પ્લે
સ્લિમ બોડી અને ઓછી કેમેરા બમ્પ
સર્ક્યુલર કેમેરા મોડ્યૂલ
50MP મુખ્ય કેમેરા (OIS સપોર્ટ સાથે)
8MP અલ્ટ્રા-વાઈડ લેન્સ
50MP ટેલિફોટો કેમેરા (2x ઓપ્ટિકલ ઝૂમ)
પરફોર્મન્સ અને બેટરી
Dimensity 9400+ પ્રોસેસર (3.7GHz ક્લોક સ્પીડ)
5700mAh બેટરી
80W ફાસ્ટ ચાર્જિંગ
સ્ટોરેજ વેરિઅન્ટ અને કલર વિકલ્પો
Oppo Find X8s ચાર વેરિઅન્ટમાં આવશે:
12GB+256GB
12GB+512GB
16GB+512GB
16GB+1TB
આ ફોન ત્રણ કલર ઓપ્શનમાં આવશે
Moonlight White
Hyacinth Purple
Starry Black
Oppo Find X8s 10 એપ્રિલે ચીનના માર્કેટમાં લોન્ચ થશે.