Oppo Find X9 Ultraના લોન્ચ પહેલાં કેમેરા ફીચર્સનો મોટો ખુલાસો!
Oppo Find X9 Ultra: Oppo તેની નવી ફ્લેગશિપ Find X9 સિરીઝ પર કામ કરી રહી છે, જેમાં ટોચનો મોડલ Find X9 Ultra અત્યારથી જ ચર્ચામાં આવી ગયો છે. ખાસ કરીને, તેના કેમેરા વિશે મોટા ખુલાસા થઈ રહ્યા છે.
Oppo Find X9 Ultra: ચીનના પ્રખ્યાત ટિપસ્ટર અનુસાર, Oppo Find X9 Ultra માં એક નવો 200MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ હશે જે 10X ઝૂમ ક્ષમતા સાથે આવશે. તમને યાદ અપાવી દઈએ કે અગાઉના મોડેલ Find X8 Ultra માં ફક્ત 50MP ટેલિફોટો લેન્સ હતો. આવી સ્થિતિમાં, આ કેમેરાને એક મોટું અપગ્રેડ માનવામાં આવી રહ્યું છે.
શું મળશે ખાસ?
200MP પેરિસ્કોપ ટેલીફોટો કેમેરો
10X ઓપ્ટિકલ ઝૂમ સાથે સુપર ઝૂમ ફીચર
પહેલા કરતાં બે ગણી રીઝોલ્યુશન ક્ષમતા
માર્કેટમાં કેમેરા માટે નવા બેન્ચમાર્ક સેટ કરવાની શકયતા
ટિપ્સ્ટરના અનુસાર, આ વખતે ઝૂમ રેન્જ 6X માંથી વધીને 10X થશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ફોનમાં માત્ર એક જ પેરિસ્કોપ લેન્સ હશે, પણ એ 200MP રીઝોલ્યુશન ધરાવતો હશે.
Oppo Find X9 સિરીઝમાં શું મળશે?
કંપની આ વખતે Find X9 નામે કુલ 4 મોડલ્સ લોન્ચ કરી શકે છે:
Find X9
Find X9 Plus
Find X9 Pro
Find X9 Ultra
આ તમામ મોડલ્સને Apple iPhone 17 સિરીઝના વિકલ્પ રૂપે રજૂ કરવામાં આવશે.
મુખ્ય ફીચર્સ
દરેક મોડલમાં ફ્લેટ ડિસ્પ્લે હોવાની સંભાવના
Find X9 માં 6.3 ઇંચ સ્ક્રીન
Find X9, Plus અને Pro માં MediaTek Dimensity 9500 SoC
Find X9 Ultra માં મળશે Snapdragon 8 Gen 4 (Elite 2) ચિપસેટ
Ultra સિવાયના મોડલ્સ માટે ઓક્ટોબર-નવેમ્બર 2025 દરમ્યાન લોન્ચની શક્યતા