Poco C71ના લોન્ચ પહેલા જ કિંમત અને ફીચર્સ લીક, જાણો સંપૂર્ણ વિગતો
Poco C71: ભારતીય બજારમાં Pocoનો નવો સ્માર્ટફોન Poco C71 ટૂંક સમયમાં લોન્ચ થવાનો છે. લોન્ચ પહેલા જ આ ફોનના ડિઝાઇન, સંભવિત કિંમત અને ફીચર્સ અંગે માહિતી મળી છે. ચાલો જાણીએ કે આ સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે અને તેમાં શું ખાસ મળશે.
Poco C71 ક્યારે લોન્ચ થશે?
Poco Indiaએ પોતાના X (Twitter) અકાઉન્ટ પર જાણકારી આપી છે કે Poco C71ને 4 એપ્રિલ 2025ના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ Flipkart નો એક લિંક પણ શેર કર્યો છે, જ્યાં આ ફોનની માઇક્રોસાઇટ ઉપલબ્ધ છે, એટલે કે આ ફોન Flipkart પર એક્સક્લુઝિવ સેલ માટે ઉપલબ્ધ રહેશે.
Poco C71ની સંભવિત કિંમત
Poco C71 ને 10,000થી ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવશે. લીક રિપોર્ટ અનુસાર, આની કિંમત આશરે 7,000 હોઈ શકે છે. આ ફોન ગત વર્ષે લોન્ચ થયેલા Poco C61 જેવા જ હોઈ શકે છે, જેનો 4GB + 64GB વેરિયન્ટ 6,999 માં ઉપલબ્ધ હતો.
Immerse yourself in a larger-than-life blockbuster experience with a massive 6.88" Display.
Launching on 4th April on #Flipkart
Know More: https://t.co/bCgaNu2xbS…#TheUltimateBlockBuster #POCOC71 pic.twitter.com/eqL0DYtlol
— POCO India (@IndiaPOCO) April 1, 2025
Poco C71ના ફીચર્સ
Poco C71માં ઘણા શાનદાર ફીચર્સ મળી શકે છે, જે તેને બજેટ સેક્શનનો એક મજબૂત સ્માર્ટફોન બનાવી શકે છે.
- ડિસ્પ્લે: 6.88-ઇંચની મોટી સ્ક્રીન, 120Hz રિફ્રેશ રેટ
- બેટરી: 5,200mAh બેટરી, 15W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ
- કેમેરા: 32MP પ્રાઇમરી કેમેરા + સેક્ડરી કેમેરા, 8MP સેલ્ફી કેમેરા
- ડસ્ટ અને વોટર રેસિસ્ટન્સ: IP52 રેટિંગ
Pocoનો આ નવો સ્માર્ટફોન બજેટ યુઝર્સ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. લોન્ચ પછી આ ફોનના તમામ ફીચર્સ અને કિંમતની પુષ્ટિ થશે