Vivo T4x 5G ભારતમાં લોન્ચ, 15,000થી ઓછી કિંમતે મળશે પાવરફુલ ફીચર્સ
Vivo T4x 5G: Vivoએએ ભારતમાં પોતાનો નવો Vivo T4x 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન 15,000 રૂપિયાથી ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે આવે છે, જેમાં 6,500mAh બેટરી, 44W ફાસ્ટ ચાર્જિંગ અને શ્રેષ્ઠ ગેમિંગ પર્ફોર્મન્સ શામેલ છે. આ સ્માર્ટફોન Realme P3x 5G, OPPO 12x 5G અને Motorola G64 5G જેવા ફોનને જોરદાર ટક્કર આપશે. આ ડિવાઈસમાં MediaTek 7000 સિરીઝ ચિપસેટ, નવીનતમ સોફ્ટવેર અને મિલિટરી-ગ્રેડ ડ્યુરેબિલિટી મળે છે. ચાલો, આ ફોન વિશે વિગતવાર જાણીએ.
Vivo T4x 5Gની ભારતમાં કિંમત અને ઓફર્સ
બેંક ઓફર હેઠળ Axis Bank, HDFC Bank અને SBI કાર્ડ દ્વારા ખરીદી પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિવાઈસ બે કલર વિકલ્પ Marine Blue અને Pronto Purpleમાં ઉપલબ્ધ રહેશે. આ સ્માર્ટફોન 12 માર્ચ, બપોરે 12 વાગ્યાથી Vivo E-Store, Flipkart અને અન્ય મુખ્ય ચેનલો પર ખરીદવા માટે ઉપલબ્ધ રહેશે.
વેરિઅન્ટ | કિંમત | ઓફર પછી કિંમત |
---|---|---|
6GB + 128GB | 13,999 | 12,999 (1,000 બેંક ડિસ્કાઉન્ટ) |
8GB + 128GB | 14,999 | 13,999 (1,000 બેંક ડિસ્કાઉન્ટ) |
8GB + 256GB | 16,999 | 15,999 (1,000 બેંક ડિસ્કાઉન્ટ) |
Vivo T4x 5Gના સ્પેસિફિકેશન્સ
ફીચર | વિગત |
---|---|
પ્રોસેસર | MediaTek Dimensity 7300 SoC |
રેમ અને સ્ટોરેજ | 6GB/8GB LPDDR4X રેમ + 128GB/256GB UFS 3.1 સ્ટોરેજ |
વર્ચ્યુઅલ રેમ | 8GB સુધી |
બેટરી | 6,500mAh, 44W ફાસ્ટ ચાર્જિંગ |
ડિસ્પ્લે | 6.72-ઇંચ FHD+ IPS LCD, 120Hz રિફ્રેશ રેટ, 1,050 નિટ્સ બ્રાઈટનેસ |
સ્પીકર અને ગેમિંગ | ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ, 4D ગેમ વાઇબ્રેશન |
રીયર કેમેરા | 50MP પ્રાઇમરી (f/1.8) + 2MP બોકેહ (f/2.4) |
ફ્રન્ટ કેમેરા | 8MP (f/2.05) |
સોફ્ટવેર | Android 15 + Funtouch OS 15 |
અપડેટ સપોર્ટ | 2 વર્ષના Android OS અપડેટ, 3 વર્ષના સુરક્ષા અપડેટ |
ડિઝાઇન | મજબૂત ફ્રેમ, શોક-એબ્ઝૉર્બિંગ બોડી |
Vivo T4x 5G કેમ ખાસ છે?
- સૌથી ઝડપી 5G ફોન: આ સેગમેન્ટમાં આ સૌથી ઝડપી 5G ફોન માનવામાં આવે છે.
- શાનદાર ગેમિંગ અનુભવ: 4D વાઇબ્રેશન અને ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ સાથે શ્રેષ્ઠ ગેમિંગ અનુભવ મળે છે.
- પાવરફૂલ બેટરી: 6,500mAh ની મોટી બેટરી અને 44W ફાસ્ટ ચાર્જિંગ સાથે લાંબી બેટરી લાઈફ.
- બજેટમાં શ્રેષ્ઠ વિકલ્પ: જો તમે 15,000 રૂપિયાની અંદર એક શક્તિશાળી 5G સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો Vivo T4x 5G એક ઉત્તમ વિકલ્પ બની શકે.