Vivo V50e સ્માર્ટફોનની લોન્ચ ડેટ કન્ફર્મ! જાણો કિંમત અને ખાસ ફીચર્સ
Vivo V50e: ભારતમાં 10 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યે Vivo V50e સ્માર્ટફોન લોન્ચ થવાનો છે. Vivo એ પોતાના X (Twitter) એકાઉન્ટ મારફતે આ ફોનના કેટલાક મુખ્ય ફીચર્સ અને કલર વિકલ્પો વિશે માહિતી આપી છે. જો કે, લોન્ચ પહેલા જ ફોનની કેટલીક વિશેષતાઓ લીક થઈ ગઈ છે.
Vivo V50eના ફીચર્સ અને ડિઝાઇન
Vivo V50eને Vivo V40e જેવા ફીચર્સ સાથે લાવવામાં આવી શકે છે. આ સ્માર્ટફોન પર્લ વ્હાઇટ અને સાફાયર બ્લુ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે. ફોનમાં 50MP Sony IMX882 રિયર કેમેરા આપવામાં આવ્યો છે, જે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન (OIS) સપોર્ટ સાથે આવશે. ઉપરાંત, 116-ડિગ્રી ફીલ્ડ-ઓફ-વ્યુ અને ગોળાકાર ઓરા લાઈટ ફીચરવાળો અલ્ટ્રા-વાઇડ એંગલ સેકન્ડરી કેમેરા પણ આપવામાં આવ્યો છે.
Vivo V50eની અપેક્ષિત કિંમત
અંદાજે Vivo V50eની કિંમત 25,000 થી 30,000ના રેંજમાં હોઈ શકે છે. આ ફોન Flipkart અને Vivoના ઑફિશિયલ ઇ-સ્ટોર પર ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. જો કે, કંપનીએ હજી સુધી પ્રથમ સેલની તારીખની પુષ્ટિ કરી નથી.
Vivo V50eના સ્પેસિફિકેશન્સ
- સેલ્ફી કેમેરા: 50MP ફ્રન્ટ કેમેરા, 4K વિડિઓ રેકોર્ડિંગ સપોર્ટ
- ડિસ્પ્લે: 6.77 ઇંચની 1.5K સ્ક્રીન, 120Hz રિફ્રેશ રેટ
- પ્રોસેસર: MediaTek Dimensity 7300 SoC
- બેટરી: 5,600mAh બેટરી, 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
- ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ: IP68 અને IP69 રેટિંગ
આ સ્માર્ટફોન અંગે યુઝર્સમાં ભારે ઉત્સાહ છે. હવે જોવાનું રહ્યું કે લોન્ચ પછી ભારતીય બજારમાં આ ફોન કેટલો ધમાલ મચાવે છે!