Xiaomi 15 Ultra: MWC 2025માં લોન્ચ થશે Xiaomi 15 Ultra, જાણો સંપૂર્ણ માહિતી
Xiaomi 15 Ultra ફેબ્રુઆરીમાં બજારમાં આવશે. અગાઉના કેટલાક અહેવાલોમાં સૂચવવામાં આવ્યું હતું કે Xiaomi 15 Ultra જાન્યુઆરી 2025 માં લોન્ચ થઈ શકે છે, પરંતુ Xiaomi ના એક્ઝિક્યુટિવે આ દાવાઓને ફગાવી દીધા છે. હવે, એક નવા લીકથી ચીન અને વૈશ્વિક બજારો બંને માટે લોન્ચ સમયમર્યાદા જાહેર થઈ છે. ચાલો Xiaomi 15 Ultra વિશે વિગતવાર જણાવીએ.
Xiaomi 15 Ultraની લોન્ચિંગ
ટિપસ્ટર Experience More અનુસાર, Xiaomi 15 Ultraની લોન્ચિંગ Xiaomi 14 Ultra જેવી જ સ્ટ્રેટેજી અનુસરશે. આ સ્માર્ટફોન ફેબ્રુઆરીના અંત સુધીમાં ચીનમાં લોન્ચ થઈ શકે છે અને તરત પછી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC)માં ગ્લોબલ માર્કેટ માટે રજૂ કરવામાં આવશે. તે બંને ઇવેન્ટ્સ વચ્ચે ફક્ત કેટલાક દિવસોના અંતરના સંકેત આપે છે. Xiaomi 14 Ultraને 22 ફેબ્રુઆરીએ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને ત્રણ દિવસ પછી MWC 2024માં ગ્લોબલી રજૂ કરવામાં આવ્યો હતો.
ટિપસ્ટર Digital Chat Station ના Weibo પોસ્ટ અનુસાર, Xiaomi 15 Ultraએ ચીનમાં ત્રણેય સર્ટિફિકેશન્સ પાસ કરી લીધાં છે. તેની સૌથી ખાસ બાબત એ છે કે તમામ વેરિયન્ટમાં TianTong સેટેલાઇટ કોલિંગ ફંકશન ઉપલબ્ધ રહેશે. ટોપ ટિયર વેરિયન્ટ Beidou સેટેલાઇટ ટેક્સ્ટ મેસેજિંગને સપોર્ટ કરશે.
Xiaomi 15 Ultraના સ્પેસિફિકેશન્સ
- પ્રોસેસર: Xiaomi 15 Ultraમાં Snapdragon 8 Elite ચિપસેટ હશે.
- ડિસ્પ્લે: 120Hz રિફ્રેશ રેટ સાથે 2K OLED ડિસ્પ્લે, જે સ્મૂથ અને ઇમર્સિવ વિઝ્યુઅલ અનુભવ આપે છે.
- બેટરી: 6,000mAh બેટરી, 90W વાયરડ ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ.
- કેમેરા:
- પ્રાઇમરી સેન્સર: 50MP, f/1.63 અપર્ચર સાથે 1-ઇંચ LYT-900 CMOS.
- ટેલિફોટો લેન્સ: 200MP Samsung HP9 પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ.
- સેકન્ડરી ટેલિફોટો: 50MP ટેલિફોટો લેન્સ.
- અલ્ટ્રા-વાઈડ લેન્સ: 50MP અલ્ટ્રા-વાઈડ લેન્સ.
Xiaomi 15 Ultra એ એડવાન્સ કન્ફિગરેશન સાથે આવશે, જે ફુલ ફોકસ મેક્રો શૂટિંગ અને 100x AI ફ્યુઝન ઝૂમ ઓફર કરશે. આ સુવિધા સ્પષ્ટ અને વધુ સારા ફોટા કેપ્ચર કરવામાં મદદ કરશે. આ ઉપરાંત, સારી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી માટે, તે બાહ્ય કેમેરા હેન્ડલ સાથે આવી શકે છે, જે શૂટિંગ દરમિયાન વધુ સારી હેન્ડલિંગ અને આરામ પ્રદાન કરશે.