મોરબી:મોરબીના નવી પીપળી ગામે રાત્રીના સમયે મકાનમાલિક અગાસી પર સુતા હોય ત્યારે તસ્કરોએ નીચે બંધ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કરોએ રોકડ અને સોનાના દાગીના મળી કુલ ૬૮ની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના નવી પીપળી ગામના રહેવાસી મનીષભાઈ પટેલે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે ગત રાત્રીના તેની પત્ની અને બાળકો બહારગામ લગ્નમાં ગયા હોય અને તે ઘરે એકલા હોય જેથી નીચે મકાનને તાળું મારી છત પર સુવા ગયા હતા
જે દરમિયાન રાત્રીના સમયે તસ્કરોએ ઘરનું તાળું તોડી કબાટમાં રાખેલ સોનાનો ચેઈન, સોનાની લકી, વીંટી ત્રણ નંગ તેમજ રોકડા ૨૨૦૦૦ કબાટમાં રાખેલા તેમજ પેન્ટના ખિસ્સામાં પાકીટમાં રાખેલા ૧૦ હજાર મળીને કુલ ૬૮૦૦૦ ની કિમતની માલમત્તા ચોરી કરી નાસી ગયા છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.