રાજ્યભરમાં ચાઈનીઝ દોરી વેચતા તત્વો સામે પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે ત્યારે સૌરાષ્ટ્રના મોરબી રોડ, જય જવાન જય કિસાન મેઇન રોડ પર માટેલ ઇલેક્ટ્રિક નામની દુકાન બહાર એક શખ્સ મંડપ નાખી પતંગ-દોરીની સાથે ચાઇનીઝ દોરીની ફીરકી પણ વેચતો હોવાની એસઓજીને બાતમી મળતા પોલીસે રેડ કરતા મૂળ ગુંદા ગામના હાર્દિક રમેશ રૈયાણી નામનો ઇસમ રૂ.6600ના કિંમતની અલગ અલગ કુલ 24 ચાઇનીઝ ફીરકી સાથે ઝડપાઇ ગયો હતો.
એસઓજીએ બીજી જગ્યા ભગવતીપરા, નંદનવન-2માં પણ રેડ કરી મુનાવરશા જાવેદશા મોગલને તેના ઘરમાંથી રૂ.71,700ના કિંમતની 239 ચાઇનીઝ દોરીની ફીરકી સાથે ઝડપી પાડ્યો હતો.