મોરબીમાં ૧૧ જેટલા શખ્સોએ પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરવા માટે વૃદ્ધાને ધમકી આપી હોવાની બી-ડીવીઝન મથકે ફરિયાદ નોધવામાં આવી છે પોલીસે ગુનો નોધી આરોપીને ઝડપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની મળતી વિગત મુજબ મૂળ મોરબીના રેહવાશી ને હાલ ઇંગ્લેન્ડ રેહતા યોગેશ ગોવિદ પરમારવાળાએ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે ગત તારીખ ૧૪ ના રોજ સવારે ૯ વાગે તાજમહમદ આદમભાઈ મિયાણા, શેરમહમદ ઇસ્માંલભાઈ મિયાણા,જુસબ ગુલામદભાઈ મિયાણા અને બીજા આઠ થી નવ અજાણ્યા માણસો આમ કુલ ૧૧ થી વધુ શખ્સો યોગી પાર્ક સોસયટી પ્લોટ નમ્બર ૮ , નવલખી રોડ પર આવ્યા અને ફરીયાદી નો પ્લોટ પચાવી પાડવા માટે ગેરકાયદેસર મંડળી રચી પાઈપ અને તલવાર જેવા ઘાતક હથીયારો સાથે ત્યાં પોહ્ચ્યા હતા અને ફરીયાદી ની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હોવાની ફરિયાદ બી-ડીવીઝન પોલીસ મથકમાં નોધવામાં આવી છે પોલીસ એ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૮૭,૫૦૪,૫૦૬ -૨ , અને ૧૩૫ હેઠળ રાયોતીગ સહિતના ગુના નોધી પોલીસે આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે