હાલમાં આઈપીએલ ક્રિકેટની મોસમ ચાલી રહી છે ત્યારે મોરબીમાં ક્રિકેટ પ્રેમીઓ મેચ માણવાની સાથે બેટિંગ પર કરે છે એવામાં મોરબીના પંચાસર ગામે આઈપીએલ પર સટ્ટો રમતા નવ બેટિંગબાઝોને ઝડપી મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આઈપીએલની સીઝન પૂરબહારમાં ચાલી રહી છે ત્યારે ગઈકાલે હૈદરાબાદ અને પંજાબ વચ્ચે મેચ રમાઈ રહ્યો હતો ત્યારે મોરબીના પંચાસર ગામે રહેતા રવિ ગોવિંદભાઈ પરમારના રહેણાંક મકાનમાં ક્રિકેટ પર સટ્ટો રમતોની બાતમીના આધારેદ મોરબી તાલુકા પોલીસે દરોડો પાડીને આઈપીએલ પર બેટિંગ કરી રહેલા રવિ સહિતના મયુરસિંહ જાડેજા રહે માધાપર, અંકિત અરુણભાઈ રાઠોડ રહે-વાવડી રોડ, હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે-પંચાસર, મહાવીરસિંહ ધીરુભા ઝાલા રહે-પંચાસર, જયેન્દ્રસિંહ લાલભા જાડેજા રહે-વાવડી રોડ, ગોપાલસિંહ નારૂભા જાડેજા રહે –વાવડી રોડ, ભરતસિંહ ચંદુભા ઝાલા રહે-પંચાસર, મયુરસિંહ કિરીટસિંહ ઝાલા રહે-પંચાસર વાળાને મોબાઈલ નંગ-૧૭ કીમત રૂ.૨૦૫૦૦, ટીવી સહિતની ઇલેક્ટ્રિક સાધનો અને રોકડ રકમ મળીને કુલ મુદામાલ કીમત રૂ.૬૩૯૦૦ સાથે મોરબી તાલુકા પોલીસે નવ બેટિંગબાઝોને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.