હાલ સોસીયલ મીડિયામાં સૌ કોઈ પોતના પ્રતિભાવ શેર કરે છે અને લોકો તે પોસ્ટને પસંદ કરી અસંખ્ય લાઈક થતા કોમેન્ટો આપે છે.ત્યારે મોરબી જીલ્લા કલેકટર આઈ.કે. પટેલની ખેડા ખાતે બદલી કરવામાં આવી છે અને તેને સ્થાને મોરબી જીલ્લા કલેકટર તરીકે આર.જે. માંકડિયાને મુકવામાં આવ્યા છે ત્યારે બદલીને પગલે રવિવારે સાંજે જીલ્લા કલેકટરે મોરબીને આવજો આવજો કહ્યું હતું
મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલે રવિવારે સાંજે સોશ્યલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી જેમાં કલેકટરે જણાવ્યું હતું કે “મારા મોરબીના કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમ્યાન આપના તરફથી મળેલ સહકાર અને પ્રેમ બદલ હૃદયથી આભાર વ્યક્ત કરૂં છું. મારો મોરબીનો કાર્યકાળ મારા માટે જિંદગીનું સંભારણું બની રહેનાર છે ત્યારે ફરીથી આભાર વ્યક્ત કરૂં છું.”
મોરબી જીલ્લા કલેકટર તરીકે આઈ.કે.પટેલે કરેલી કામગીરીથી નાગરિકો, અગ્રણીઓ સહિતના સૌ કોઈ વાકેફ છે અને કલેકટર તરીકે લોકપ્રિય બનેલા આઈ.કે.પટેલની વિદાયની પોસ્ટ સોશ્યલ મીડિયામાં ખુબ ચર્ચાઈ હતી તો સાથે જ અગ્રણીઓ સહિતનાઓએ વિવિધ પોસ્ટ મુકીને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો જે અગાઉ જવલ્લે જ જોવા મળે તેવી લોકચાહના જીલ્લા કલેકટરની જોવા મળી હતી.
જીલ્લા કલેકટરે મોરબીને બાય બાય કહ્યું જે પોસ્ટને અનેક રીપ્લાય મળ્યા હતા જેમાં વોલ ટાઈલ્સ એસો પ્રમુખ નીલેશ જેતપરિયાએ લખ્યું હતું કે “સાહેબ મોરબીના લોકો તમને કાયમી યાદ કરશે અને ખાસ કરીને સિરામીક ઉધોગ અને અમારી ટીમ. તો જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા “મોરબી જિલ્લાના શિક્ષકો વતી આપનો ખુબ ખુબ આભાર સર… “ તે ઉપરાંત વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પીજીવીસીએલના અધિકારીઓ, પોલ્યુશન બોર્ડ અધિકારીઓ, પત્રકારો, સામાજિક અગ્રણીઓ સહિતનાઓએ કલેકટરની પોસ્ટને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો અને જીલ્લા કલેકટરને વિદાય આપી હતી