મોરબીમાં અનેક મારામારી તેમજ જમીન કબ્જા જેવા પ્રકરણમાં પોલીસના ચોપડે ચડી ચુકેલા રીઢા ગુનેગાર વિજય લોહાણા સામે તાજેતરમાં મારામારી કરીને લાખોની રોકડ અને મુદામાલ પડાવી લેવાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીને ઝડપી લઈને તેનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું
રાજકોટના એરપોર્ટ રોડ પરના રહેવાસી અને હાલ મોરબીના રવાપર રોડ પરના લોટસ ૨ એપાર્ટમેન્ટ બ્લોક નં ૪૦૧ માં વસવાટ કરતા રાહુલ અશ્વિનભાઈ કોટેચાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિજય રાજેશ વિઠલાણી રહે. દાઉદી પ્લોટ મોરબી અને હિતેશ ગેડિયા રહે ટંકારા એ બંને શખ્શોએ તેણે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગત તા. ૨૬-૦૩ થી અત્યાર સુધીમાં અવારનવાર ફોન પર ધક્મી આપી ૧૫ લાખ બળજબરીથી કઢાવવા કોશિશ કરી હતી અને તેના ફ્લેટનું બળજબરીથી સાટાખત કરાવી લઈને રોકડ રૂપિયા સાડા છ લાખ અને એક ટીવી તથા એક એસી મળીને કુલ ૬.૯૦ લાખની રકમ પડાવી લઇ તેમજ ફ્લેટનું સાટાખત કરાવી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે આરોપી વિજય વિઠલાણી નામના શખ્શને ઝડપી લીધો છે ઝડપાયેલો આરોપી વિજય લોહાણા અગાઉ પણ અનેક પ્રકરણમાં પોલીસ ચોપડે ચડેલો રીઢો ગુનેગાર હોય જે શખ્શને કાયદાનું ભાન કરાવવા આજે પોલીસે તેનું સરઘસ કાઢ્યું હતું અને જાહેર માર્ગ પર સરઘસ કાઢી આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું.