મોરબી જિલ્લા કલેકટર તરીકે આર.જે. માકડીયાએ તા.૯ ના રોજ કાર્યભાર સંભાળેલ છે. જિલ્લા કલેકટર આર.જે. માકડીયા વર્ષ ૨૦૦૪ની આઇ.એ.એસ. બેંચના અધિકારી છે. તેઓએ કલેકટર તરીકે આ અગાઉ નોંધપાત્ર અને ઉલ્લેખનીય કામગીરી દેવભુમિ દવારકા, જામનગર અને બનાસકાંઠા જિલ્લામાં કરેલી છે.
જયારે જિલ્લા વિકાસ અધિકારી તરીકે સરાહનીય કામગીરી જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેરલ છે. માકડીયા ૧૯૮૯માં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતીથી નાયબ કલેકટર તરીકે પસંદ થતા ધ્રાંગધ્રા, અમરેલી ખાતે ફરજ બજાવેલ હતી અને સુરત ખાતે નિવાસી નાયબ કલેકટર તરીકે તેમજ જી.એસ.ડી.એમ. તથા નિયામક તરીકે સમાજ કલ્યાણ ખાતામાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવેલ છે.
તેઓએ ટ્રાઇબલ ડેવલોપમેન્ટના કમિશ્નર તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવીને ગઇકાલે જિલ્લા કલેકટર તરીકે મોરબીનો ચાર્જ સંભાળેલ છે. શ્રી માંકડીયા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના જામટીંબડી ગામના મુળ વતની છે.