મોરબીના ઉંચી માંડલ ગામે તલાટી મંત્રીને એક ઇસમેં દારૂ પીધેલી હાલતમાં આવીને ધમકીઓ આપી હતી તેમજ ફરજમાં રૂકાવટ પેદા કરી હોય પોલીસે ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ ચલાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કેનાલ રોડ પરના રહેવાસી ડેનીશ નારણભાઈ ઝાલરિયાએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩ નારોજ તે ઉંચી માંડલ ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી મંત્રી તરીકે ફરજ પર હોય ત્યારે આરોપી નવીન ભાણા નામનો શખ્શ દારૂ પીધેલી હાલતમાં આવ્યો હોય જેને પોતાની આકરણી વિગતો જોવા જણાવેલ
ત્યારે તલાટી મંત્રીએ તેણે બહાર બેસવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો હોય જેને રૂબરૂ અને બાદમાં તેણે ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરજમાં રૂકાવટ પેદા કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. તાલુકા પોલીસે ફરજમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધી આરોપીને ઝડપી વધુ તપાસ ચલાવી