દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ મનીલોડ્રિંગ કેસમાં ધરપકડ કરી હોવાના અહેવાલો છે.
ખંડણી સહિત ના કેસ માં કાસકર ને ઉંચકી લેવાયો હતો અને થાણેની જેલ માં રાખવામાં આવ્યો હતો. જ્યાં હવે ઇડીના અધિકારી તેને પોતાના કબ્જામાં લઇ મની લોન્ડ્રિગ પ્રકરણમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
અગાઉ કોર્ટે મની લોન્ડ્રિંગ મામલામાં કાસકર સામે પ્રોડકશન વોરન્ટ જારી કર્યું હતું.
અંતરવર્લ્ડના ગેરકાયદે મિલકતના સોદા, હવાલા સોદાને લઇને ઇડી ના અધિકારીઓ એ મુંબઇમાં ૧૫ જેટલા સ્થળો એ છાપો માર્યો હતો જેમાં દાઉદની દિવંગત બહેન હસીના પારકર, સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફુટ, છોટા શકીલના સાળા સંબંધિત સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા તાજેતરમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી. જેના આધારે ઇડીએ કેસ દાખલ કર્યો હતો.
આ મામલામાં અમૂક રાજકીય સંડોવણી પર પણ બાજનજર રાખવામાં આવી છે. ‘ડી’ ગેંગ હજુપણ હવાલા, ક્રિકેટ સટ્ટાબાજી અને બાંધકામના દ્વારા આર્થિક ગેરવ્યવહાર કરતી હોવાનું કહેવાય છે આ બાબતની માહિતી તપાસ એજન્સીને મળી હોવાની પણ વાત છે ત્યારે હવે તે દિશા માં તપાસ શરૂ થઈ છે.
શુક્રવાર, જુલાઇ 4
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર