મુંબઈના દહીંસર વિસ્તારમાં એક બેવફા મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી તેના મૃતદેહને કિચનમાં દફનાવી દીધો હતો પણ ઘટના ની સાક્ષી બનેલી મહિલાની 6 વર્ષની બાળકીએ ભાંડો ફોડ્યો હતો અને પોલીસને જણાવી દીધુ કે મા અને તેના પ્રેમીએ પોતાની સામે જ તેના પિતાની હત્યા કરી હોવાનું જણાવતા 11 દિવસ માંજહત્યાનો ભેદ ઉકેલી ગયો છે. પોલીસે હત્યારી મહિલા અને પ્રેમી યુવક ને પકડી જેલ માં ધકેલી દીધા હતા.
મુંબઈ પોલીસના DCP (ઝોન 11) વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશના ગોંડામાં રહેતા રઈસના લગ્ન 2012માં શાહિદા સાથે થયા હતા. લગ્ન પછી મુંબઈ માં અનેક સપના લઈ સુખે થી જીવન જીવવા બંને મુંબઈના દહીંસર પૂર્વના ખાન કમ્પાઉન્ડમાં ભાડેથી રહેવા આવી ગયા હતાં જ્યાં રઈસ દહીંસરમાં જ રેલવે સ્ટેશનની પાસે એક કપડાંની દુકાનમાં કામ કરતો હતો, જ્યારે પત્ની અઢી વર્ષના પુત્ર અને 6 વર્ષની પુત્રીની સાથે ઘરમાં રહેતી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, પતિની ગેરહાજરીમાં અનિકેત ઉર્ફે અમિત મિશ્રા મહિલાના ઘરે અવર જવર શરૂ થતાં બંને વચ્ચે ઐનેતિક સંબંધ બંધાયા હતા થોડા દિવસ બાદ તેની જાણ રઈસને થઈ જતા રઈસ અને શાહિદા વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા.
સતત વધતા ઝઘડાથી કંટાળીને શાહિદાએ પ્રેમી સાથે મળીને પોતાના પતિ ની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું.
ત્યારબાદ તા. 20 મેના રોજ રઈસના ઘરેથી બહાર જતા જ અમિત શાહિદાને મળવા તેના ઘરે પહોંચી ગયો હતો અને બંને આપત્તિજનક સ્થિતિમાં હતાં તે સમયે જ અચાનક રઈસ ઘરે આવી જતા તેણે પોતાની પત્ની ને અન્ય પુરુષ ની બાંહો માં જોતા તે સમસમી ગયો હતો અને પતિ-પત્ની વચ્ચે જોરદાર મારામારી થતા શાહિદાએ ચાકુ મારીને રઈસની હત્યા કરી દીધી હતી એ બાદ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિ નું ગળું કાપી નાખ્યું હતું.
બીજી તરફ 6 વર્ષની પુત્રી કે જે પોતાના અઢી વર્ષના ભાઈની સાથે બહાર રમી રહી હતી તે બહારથી ઘરે આવી જતા તેણે મર્ડર થતા જોઈ જતા શાહિદાએ પોતાની 6 વર્ષની પુત્રીને પણ ધમકાવી કે જો તેને કોઈને કંઈ જણાવ્યું તો તેને પણ બાપની જેમ કાપીને જમીનમાં દફન કરી દેશે.
શાહિદાએ પ્રેમીની મદદથી રઈસની લાશના 4 ટુકડા કરીને એને કિચનમાં જ દફનાવી દીધો હતો, જોકે તેનો ફોન શાહિદાએ પોતાની જ પાસે જ રાખી લીધો હતો અને વતન માંથી રઈસ માટે ફોન આવે ત્યારે શાહિદા કહેતી હતી કે રઈસ જાણ કર્યા વગર જ ક્યાંય જતા રહ્યા છે.
રઈસ અચાનકથી ગાયબ થયા બાદ તેના મિત્રોને શંકા ગઈ હતી અને તેમાંથી એક દોસ્તે દહીંસર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરતા પોલીસે મામલાની તપાસ શરૂ કરતા તપાસ દરમિયાન પોલીસે એકલામાં જ બાળકીનું નિવેદન નોંધતા સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. બાળકીના નિવેદન બાદ પોલીસને બુધવારે રઈસની લાશ પણ મળી આવી હતી અને શાહિદાએ ગુનો કબૂલી લેતા જેલ ભેગી કરવામાં આવી હતી.
