મુંબઈ માં1993 ના ચકચારી સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ માં સામેલ સલીમ ગાઝીનુ હાર્ટએટેક આવતા પાકિસ્તાન ના કરાચીમાં મોત થઈ ગયું છે. છોટા શકીલ નો ખાસ માણસ ગણાતો સલીમ ગાઝી બીમાર હતો અને હાર્ટ એટેક આવતા તેનુ મોત થઈ ગયુ છે.
સલીમ ગાઝી 1993 મુંબઈ બ્લાસ્ટ બાદ દાઉદ ઈબ્રાહીમ અને બીજા સાથીઓની સાથે દેશ છોડી ભાગી છૂટયો હતો અને સતત પોતાના ઠેકાણા બદલતો રહ્યો હતો તે દુબઈ અને પાકિસ્તાનમાં રહેતો હતો તે છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતો અને સારવાર દરમ્યાન શનિવારે હાર્ટ એટેક આવતાતેનુ મોત થયુ છે,મુંબઈ બ્લાસ્ટ દરમિયાન સલીમ ગાઝી સિવાય છોટા શકીલ, દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ વગરે કરાચી અને યુએઈમાં છુપાઇ ને રહેતા હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1993, તારીખ 12 માર્ચ, દિવસ શુક્રવાર ના રોજ રાજધાની મુંબઈમાં અનુક્રમે એક-બે નહીં, પરંતુ 12 સીરિયલ બોમ્બ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. આ બોમ્બ બ્લાસ્ટમાં 250 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 800 થી વધારે લોકો ગંભીર રીતથી ઈજાગ્રસ્ત થયા હતા.