ડ્રગ્સ લે વેચનો આરોપી લાડલો આર્યન ખાન માટે ગૌરી ખાન મેકડોનાલ્ડના બર્ગર લઈને આવી – શાહરુખને જોઈ ખુબ રડ્યો
:- NCBને મોબાઇલમાંથી અનેક સુરાગ મળ્યા – આર્યનનો ફોન ગાંધીનગર ફોરેન્સિક લેબમાં આવ્યો
:- આર્યન ખાન NCBની કસ્ટડીમાં 7 ઓક્ટોબર સુધી રહેશે છે
હાલ NCB એ વધુ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ થયેલા આરોપીઓમાં દિલ્હીની એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ 4 હાઇ પ્રોફાઇલ આયોજકો પણ સામેલ છે. આ ઇવેન્ટ કંપનીને ક્રૂઝમાં યોજાયેલી પાર્ટી કરવાની જવાબદારી સોંપી હતી. સાથે જ મંગળવાર 5 ઓક્ટોબર ના રોજ અન્ય 4 લોકોની પણ ધરપકડ કરવામાં આવી , જેમાં એક આર્યનનો ફ્રેન્ડ અને એક ડ્રગ-પેડલર સામેલ છે.
શાહરુખખાનને જોતા જ આર્યને રડવાનું શરુ કરી નાખ્યું
એક ન્યૂઝ એજન્સી ના મુજબ, શાહરુખ ખાને NCBની સ્પેશિયલ પરમિશન લીધી હતી અને ત્યારબાદ પુત્ર આર્યનને લોકઅપમાં મળ્યો. જોકે પિતા શાહરુખને જોતા જ આર્યન ખાન રડવા લાગ્યો હતો. આપને જણાવી દઈએ કે શાહરુખ થોડીક જ મિનિટ માટે પુત્ર આર્યનને મળી શક્યો હતો.
માં ગૌરી ખાન mcdownaldના બર્ગર લઈને આવી હતી એવી જાણકારી મળી
પુત્ર આર્યનની તબિયત અંગે ફિકરમંદ ગૌરી ખાન ગઈ કાલ સવારે (5ઓક્ટોબર) દીકરા માટે મેકડોનાલ્ડના બર્ગર લઈને આવી હતી. જોકે, NCB અધિકારીઓએ બર્ગરના પેકેટ્સ લેવાનીસ્પષ્ટ શબ્દમાં ના પાડી દીધી હતી. NCB અધિકારીઓએ કહ્યું હતું કે આરોપીઓને ઘરનું ભોજન ખાવાની સુવિધા નથી.
આખા પ્રકરણમાં NCBએ અત્યારસુધી 16 લોકોની ધરપકડ કરી છે. સાથે જ આજે (6 ઓક્ટોબર) આર્યનને ક્રૂઝમાંથી ધરપકડ કરાયેલા ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના 4 અન્ય લોકોની સામે પૂછપરછ કરવામાં આવશે. જાણવા મળ્યું છે કે NCBને આર્યનના ફોનમાંથી મહત્ત્વના સુરાગ મળ્યા છે.
NCBએ આર્યનનો ફોન ગાંધીનગર ફોરેન્સિકમાં મોકલ્યો છે.
NCBએ પુરાવા જમા કરાવવા માટે આર્યનના ફોનનું ક્લોનિંગ કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો. NCBના અધિકારીઓને વ્હોટ્સએપ ચેટ્સની મદદથી ડ્રગ્સથી લઈ અનેક મહત્ત્વની સુરાગ મળ્યા છે. ફોન માં આપત્તિજનક તસવીરો છે. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી ફોરેન્સિક લેબમાં તપાસ બાદ આ ફોનમાંથી વધુ રહસ્યો ખુલે તેવી શક્યતા છે આર્યન ખાન 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં છે.
#Mumbai: NCP National Spokesperson @nawabmalikncp has questioned the credibility of the #NCB raid on #CordeliaCruise ship on Oct. 2, alleging it had not followed due procedure as per the NDPS Act, and 2 non-NCB persons' involvement in the fake operation. pic.twitter.com/vJja8DkKbG
— IANS (@ians_india) October 6, 2021