થાણેમાં ભીષણ આગને કારણે ફર્નિચરના 40 ગોડાઉન બળીને ખાખ
મહારાષ્ટ્રના થાણેમાં એક હોલસેલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં આશરે 40 ફર્નિચર ગોડાઉન સળગી ઉઠ્યા હતા. ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ શરૂ થયેલી આગ 5 કલાકની કામગીરીમાં કાબુમાં આવી હતી.
ગોડાઉનમાં આગ લાગ્યા બાદ આસપાસના વિસ્તારોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. આગ ઝડપથી ફેલાતા જોઈને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
ગોડાઉન સળગી જવાના કારણે અત્યાર સુધી કોઈ જાનહાની થઈ નથી. જોકે, ફર્નિચરથી ભરેલા આ ગોડાઉનમાં આગના કારણે ભારે નુકસાન થયું હતું. ફર્નિચર ગોડાઉનમાં લાગેલી આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોડાઉનમાં દરેક ભાગમાં આગ દેખાય છે.