વડાપ્રધાન મોદીના શાસનના 25 વર્ષ: ગુજરાતથી રાષ્ટ્ર સુધીની વિકાસયાત્રા અને સિદ્ધિઓ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
3 Min Read

સેવા, સુશાસન અને સમર્પણનાં ૨૫ વર્ષ: ‘વિકસિત ભારત @2047’ તરફ અગ્રેસર ભારત

આજથી ૨૫ વર્ષ પહેલાં ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. આ એ સમય હતો જ્યારે રાજ્ય વિનાશક ભૂકંપના ઘામાંથી બહાર આવવા મથી રહ્યું હતું અને તેમની સામે ગુજરાતના આત્મવિશ્વાસને ફરી ઊભો કરવાનો મોટો પડકાર હતો. આ પડકારને સ્વીકારીને તેમણે નવા ગુજરાતનું સ્વપ્ન જોયું. તેમના નેતૃત્વમાં માર્ગ નિર્માણ, વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં વિકાસને સર્વગ્રાહી દિશા આપવામાં આવી.

શાળા પ્રવેશોત્સવથી ગુણોત્સવ સુધી, કૃષિ મહોત્સવથી પશુ આરોગ્ય મેળા સુધી અને ખેલ મહાકુંભથી વાઇબ્રન્ટ ગુજરાત સુધીની યાત્રાએ વિકાસને સરકારી ફાઇલોમાંથી બહાર કાઢીને જનભાગીદારીનો વિષય બનાવ્યો. નાગરિકોની ફરિયાદ સરકાર સુધી પહોંચે તે માટે ‘સ્વાગત’ જેવી પહેલ શરૂ થઈ. મુખ્યમંત્રી તરીકે ૨૦૦૧ થી ૨૦૧૪ સુધીનો તેમનો ૧૩ વર્ષનો કાર્યકાળ અભૂતપૂર્વ પરિવર્તનનો સમયગાળો રહ્યો હતો.

- Advertisement -

WhatsApp Image 2026 10 07 at 3.24.57 PM.jpeg

રાષ્ટ્રીય સ્તરે વિસ્તાર અને ‘વિકસિત ભારત @2047’નો સંકલ્પ

ગુજરાતના વિકાસ મોડેલને વર્ષ ૨૦૧૪માં રાષ્ટ્રીય સ્વીકૃતિ મળી, જ્યારે નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યો. ગુજરાતમાં મેળવેલા અનુભવો અને પ્રયોગોને તેમણે રાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કર્યા. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ખેલો ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને નલ સે જલ જેવી પ્રમુખ પહેલો દ્વારા આરોગ્ય, સ્વચ્છતા અને પાણી જેવા ક્ષેત્રોને રાષ્ટ્રીય એજન્ડાના કેન્દ્રમાં સ્થાન મળ્યું.

- Advertisement -

વર્ષ ૨૦૨૬માં વડાપ્રધાન તરીકેના તેમના ૧૨ વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળા દરમિયાન દેશની અર્થવ્યવસ્થા, માળખાગત સુવિધાઓ, સંરક્ષણ અને ડિજિટલ માળખામાં ક્રાંતિકારી પરિવર્તનો જોવા મળ્યાં છે. આજે આ સમગ્ર યાત્રા ‘વિકસિત ભારત @2047’ ના સંકલ્પ સાથે અવિરતપણે આગળ વધી રહી છે.

૨૫ વર્ષોની વિકાસયાત્રા દરમિયાન ગુજરાતને મળેલી મોટી ભેટો

આ ૨૫ વર્ષોની યાત્રા દરમિયાન ગુજરાતના વિકાસને વેગ આપવા માટે અનેક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની ભેટ મળી છે:

  • સેમી હાઇસ્પીડ રેલ: અમદાવાદના સરખેજથી ધોલેરા સુધી ₹૨૦,૬૬૭ કરોડના ખર્ચે ભારતનો પ્રથમ સેમી હાઈસ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટ.

  • એક્સપ્રેસ વે: ₹૫૮૦૦ કરોડના ખર્ચે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ.

  • ગિફ્ટ સિટી: કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭માં ગિફ્ટ સિટીની સંસ્થાઓને ૨૦ વર્ષની ટેક્સ હોલિડેની જાહેરાત.

  • વિકાસકાર્યો: સપ્ટેમ્બર ૨૦૨૬માં વડાપ્રધાનના હસ્તે રાજ્યને ₹૩૫,૨૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ.

  • ઊર્જા ક્ષેત્ર: કચ્છના ખાવડા ખાતે બની રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ₹૩૬૪૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૩ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ.

  • રમતગમત: ગુજરાતમાં વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે તેમજ અમદાવાદ ખાતે વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિર્માણ પામ્યું છે.

  • ઔદ્યોગિક વિકાસ: ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત ગુજરાતમાં ૬ સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી અને હાંસલપુરમાં મારુતિ સુઝુકીની પહેલી ઇ-વિટારા કારનું લોન્ચિંગ.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.