Kolkata Case: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકાતામાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના ભયાનક મામલાને લઈને પ્રતિક્રિયા આપી છે.
Kolkata Case: તેમણે બુધવારે કહ્યું કે, “કોઈ પણ સંસ્કારી સમાજમાં બહેનો અને દીકરીઓ સાથે આવી બર્બરતાની મંજૂરી આપી શકાય નહીં. કોલકાતામાં વિદ્યાર્થીઓ, ડોકટરો અને નાગરિકો વિરોધ કરી રહ્યા છે. દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. નિર્ભયા ગેંગરેપની ઘટનાને 12 વર્ષ વીતી ગયા છે. સમાજ બળાત્કારની અસંખ્ય ઘટનાઓને ભૂલી ગયો છે. એક સમાજ તરીકે આપણી આ સામૂહિક વિસ્મૃતિ ચિંતાનો વિષય છે.
મહિલાઓ વિરૂદ્ધ હિંસાના મામલાઓનો સામનો કરવો પડશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “આપણે બધાએ સાથે મળીને મહિલાઓ વિરુદ્ધ હિંસાના કેસોનો સામનો કરવો પડશે. તે મહત્વનું છે કે આપણે આત્મનિરીક્ષણ કરીએ અને કોઈપણ પક્ષપાત વિના આની ચર્ચા કરીએ. કેટલાક મુશ્કેલ પ્રશ્નોના જવાબો શોધવા પડશે. ઘણીવાર ‘વિકૃત માનસિકતા’ સ્ત્રીઓને ઓછા માનવી, ઓછા શક્તિશાળી, ઓછી સક્ષમ, ઓછી બુદ્ધિશાળી તરીકે જુએ છે. “સ્થિતિ એવી થઈ ગઈ છે કે જ્યારે ડોકટરો, વિદ્યાર્થીઓ અને નાગરિકો વિરોધ કરી રહ્યા છે ત્યારે પણ ગુનેગારો કોઈ અન્ય ઘટનાને અંજામ આપવા માટે રાહ જોઈ રહ્યા છે.”
મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓને ગંભીરતાથી લેવા જોઈએ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “મહિલાઓ વિરુદ્ધના અપરાધોના કેસોને ગંભીરતાથી લેવા જોઈએ. આવી ઘટના પછી ઘટનાને ભૂલતા રહેવું યોગ્ય નથી. નિર્ભયા કેસના 12 વર્ષમાં સમાજ બળાત્કારની અસંખ્ય ઘટનાઓને ભૂલી ગયો છે. આ ‘સામૂહિક સ્મૃતિ ભ્રંશ’ સારી નથી. જે સમાજ ઇતિહાસનો સામનો કરવામાં ડરતા હોય છે તેઓ સામૂહિક સ્મૃતિ ભ્રંશનો આશરો લે છે. હવે સમય આવી ગયો છે કે ભારત ઈતિહાસનો સામનો કરે. આપને જણાવી દઈએ કે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના સામે દેશભરમાં લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ મામલે ભાજપે આજે બંગાળ બંધનું એલાન આપ્યું છે.
મમતા બેનર્જીએ જાહેરાત કરી
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ બુધવારે કહ્યું, “તેમની સરકાર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિતોને મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવા માટે વિધાનસભામાં બિલ પસાર કરશે. આ બિલ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 10 દિવસમાં રજૂ કરવામાં આવશે. અમે તેને રાજ્યપાલને મોકલીશું અને જો તેઓ બિલ પાસ નહીં કરે તો અમે રાજભવનની બહાર અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેસીશું.